Home » Breaking News » લોકસભામાં કોંગીને બે સીટ નહી મળે – અલ્પેશનો બળાપો

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

લોકસભામાં કોંગીને બે સીટ નહી મળે – અલ્પેશનો બળાપો

હવે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના અન્ય બે સમર્થક ધારાસભ્યો દિલ્હી જઈ પ્રદેશ નેતાગીરી વિરુદ્ધમાં રજૂઆતો કરી આવ્યા છે. અલ્પેશ ઠાકોર સહિત ત્રણ ધારાસભ્યોને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ મુલાકાત માટે સમય ફાળવ્યો નથી, જોકે દિલ્હીમાં સાંસદ એહમદ પટેલ અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સમક્ષ અલગ અલગ બેઠકો કરી છે, જેમાં રજૂઆત થઈ છે કે, ગુજરાત કોંગ્રેસ અત્યારે જે ગતિએ ચાલે છે. તે જોતાં લોકસભાની ચૂંટણીમાં ૨૬માંથી બે બેઠકો પણ મળી શકે તેમ નથી. અલ્પેશ ઠાકોરની સાથે MLA ધવલસિંહ ઝાલા અને MLA ભરતસિંહ ઠાકોરે સોમવારની રાતે પ્રદેશ પ્રભારી સાતવ અને એહમદ પટેલ સાથે અલગ-અલગ બેઠક યોજી હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ વિરુદ્ધ નારાજગી વ્યકત કરી છે. જે અંગે કહેવાયું હતું કે, સંગઠનમાં તેમની સેનાને જોઈએ તેટલું મહત્ત્વ મળતું નથી. ચૂંટણી સમયે જે આગેવાનોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી તેમને સંગઠનમાં સામેલ કરાયા છે, જેમને હોદ્દા પરથી હટાવવા જોઈએ.  જવાબમાં હાઈકમાન્ડે યોગ્ય નિકાલ લાવવા બાંયેધરી આપી હતી.