Home » Gujarat » Ahmedabad » ગોરધન ઝડફિયાને જે.પી.નડ્ડાના હાથ નીચે કામ કરવુ પડશે

News timeline

India
4 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
27 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
31 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

ગોરધન ઝડફિયાને જે.પી.નડ્ડાના હાથ નીચે કામ કરવુ પડશે

પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાને ગત ૨૭ ડિસેમ્બરે ભાજપ હાઈકમાન્ડે ઉત્તરપ્રદેશમાં પ્રભારીપદે બેસાડયા હતા પણ ૧૨માં દિવસે નીચે ઉતાર્યા છે. હાઈકમાન્ડે કેબિનેટ મંત્રી જે.પી.નડ્ડાને  યુપી પ્રભારી તરીકે નિમી ઝડફિયાનો ખેલ પૂરો કર્યાનું ગુજરાત ભાજપમાંથી બહાર આવ્યુ છે.

ઉત્તરપ્રદેશમાં હવે ઝડફિયાને દુષ્યંત ગૌતમ, નરેન્દ્ર મિશ્ર એમ  પાંચની ટીમમાં છઠ્ઠા સહપ્રભારી તરીકે જે.પી.નડ્ડાના હાથ નીચે  કામ કરવુ પડશે. અગાઉ આ પાંચેય સહપ્રભારીઓની ઉપર  ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણી ઈન્ચાર્જ તરીકે તેમની નિમણૂંક  કરી હતી.  ભાજપમાં ચર્ચાતી વિગતો મુજબ,  હાઈકમાન્ડે અગાઉ તેમને ગુજરાત બહાર મોકલ્યા હતા અને હવે જે  પદે મુક્યા હતા ત્યાંથી નીચે ઉતારતા તેમના સમર્થકોનો  ઉત્સાહ ૧૨ દિવસમાં જ ઓસરીને ભોંય ભેગો થઈ ગયો છે. હાઈકમાન્ડના આ નિર્ણયથી પાંચ વર્ષ પહેલા ભાજપમાં પાછા  આવેલુ ઝડફિયાનું જુથ હવે ગુજરાતમાં લોકસભાની  ટિકિટની માંગણી કરવાની સ્થિતિમાં પણ રહ્યુ નથી. ઝડફિયાએ એક સમયે ગુજરાતમાં મોદી સરકાર સામે  બળવો કર્યો હતો. અલગ પાર્ટી રચીને બે વિધાનસભા અને એક  લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે ઉમેદવારો ઉતાર્યા હતા. આવા  ત્રાગાઓ પછી છેલ્લે લોકસભા- ૨૦૧૪ની ચૂંટણી પહેલા પોતાની  મહાગુજરાત જનતા પાર્ટી સાથે ભાજપમાં ભળી ગયા હતા. હાઈકમાન્ડે ૨૦૧૭ની ચૂંટણીમાં પણ ઝડફિયાને  ટિકિટ આપી ન હતી. લોકસભાની ચૂંટણી  પહેલા જ તેમને ગુજરાત બહાર મોકલી રાજ્યમાં સ્થાનિક સ્તરે  ઝડફિયા જુથના અનેક પક્ષીઓને પાંગળા કરી મુક્યા હતા.