Home » Breaking News » કોંગ્રેસમાં નારાજગીના સૂરને દાબી દેવા હાઇપાવર કમિટીની રચના માટે તજવીજ

News timeline

Breaking News
55 mins ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
6 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

World
7 hours ago

ટ્રમ્પેં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક માટે દાવોસ જવાનો પોતાનો પ્રવાસ રદ કર્યો

કોંગ્રેસમાં નારાજગીના સૂરને દાબી દેવા હાઇપાવર કમિટીની રચના માટે તજવીજ

ગુજરાત કોંગ્રેસમાં સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચે આંતરિક ઘમસાણ ચાલી રહ્યું છે. બળાપો કાઢવા દિલ્હી દોડી ગયેલા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુલાકાત આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જોકે એ પછી નારાજ નેતાઓ સાંસદ એહમદ પટેલ-પ્રભારી રાજીવ સાતવને મળ્યા હતા પરંતુ નારાજગી અંગે ચું કે ચાં કરી નહોતી. અલબત્ત, કોંગ્રેસ હાઈકમાન્ડ સમગ્ર સ્થિતિથી સારી રીતે વાકેફ હોવાથી ઘીના ઠામમાં ઘી પડયું રહે તેવા આશયથી હવે પૂર્વ પ્રદેશ પ્રમુખો અને પૂર્વ વિપક્ષી નેતાઓ સાથે વરિષ્ઠ નેતાઓની એક હાઈપાવર કમિટી બનાવવાનું નક્કી કર્યું છે, આ કમિટી કોંગ્રેસના બધા નિર્ણયો અંગે ચર્ચા કરીને આખરી ઓપ આપશે.

અલબત્ત, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી જીતી નહિ શકનારા સિનિયર નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિતના આગેવાનોનું કોઈ ભાવ પૂછતું નહિ હોવાથી તેઓ નારાજ છે, પોતાનું ગઢ સાચવી નહિ શકતાં આ નેતાઓ હવે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાની વાતો કરી રહ્યા છે. નવી પ્રદેશ નેતાગીરી મનઘડત નિર્ણયો લે છે, સિનિયરો સાથે કોઈ પરામર્શ થતો નથી જેના કારણે ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે, આ જ કારણસર જસદણની પરંપરાત બેઠક ગુમાવવી પડી છે તેવો દાવો નારાજ નેતાઓ કરી રહ્યા છે. જોકે હાઈકમાન્ડે હવે નારાજગીના સૂરને દાબી દેવા માટે હાઈ પાવર કમિટીની રચના કરવાનું મન બનાવ્યું છે.