Home » Breaking News » મહેસાણામાં 8 કોંગી નગરસેવકોના કમિટીઓમાંથી રાજીનામા

News timeline

Bhuj
23 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
27 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

મહેસાણામાં 8 કોંગી નગરસેવકોના કમિટીઓમાંથી રાજીનામા

-નગરપાલિકામાં મોવડીઓની વધતી જતી દખલગીરીથી કંટાળી

મહેસાણા- વર્ષો બાદ મળેલી સત્તાને કોંગ્રેસ પચાવી શકતી ન હોવાથી કામ કરવાને બદલે વારંવાર ઝઘડા થયા રાખે છે. નગરપાલિકામાં મોવડીઓની વધતી જતી દખલગીરીની રજુઆતો કરી થાકી ગયેલા કોંગી નગરસેવકો આજે વિવિધ કમિટીઓમાંથી રાજીનામા આપી દેતા ખળભળાટ મચી ગયો છે. કાલે પ્રદેશ પ્રમુખ અને પ્રભારી મહેસાણા ખાતે આવવાના હોવાથી અત્યારથી જ વિરોધનો સુર ગવાઈ રહ્યો છે. હજુ વધુ રાજીનામા પડશે તેવી વકી છે. નગરપાલિકા ઉપરાંત જિલ્લા અને તાલુકા કોંગ્રેસમાંથી પણ રાજીનામા પડવાના છે.

આજે નગરપાલિકામાં ચાર મહિલા સહિત આઠ નગરસેવકોએ લેખિતમાં રાજીનામા આપ્યા હતા. તેમાં તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ પડદા પાછળની વાત એવી છે કે નગરપાલિકામાં નાનામાં નાનું ટેન્ડર આપવાનું હોય તો પણ મોવડીઓ દખલ કરે છે.

આ દખલ એવો હોય છે કે જો કોઈ ટેન્ડર તેમને પુછ્યા વગર અપાઈ ગયું હોત તો તે રદ્ થઈ જાય છે. તાજેતરમાં મેન પાવર ટેન્ડર રદ્ થયું તે તેનું ઉદાહરણ છે. આ મોવડીઓની દખલગીરીના લીધે ગઈકાલે અમીત પટેલે રાજીનામું આપ્યા બાદ છ નગરસેવકો તુટી પડયા હતા. આમ કુલ ૮ નગરસેવકોએ વિરોધ નોંધાવી રાજીનામું આપ્યું હતું.

આ બાગીઓએ જણાવ્યું કે જે પણ નગરસેવક કોંગ્રેસની વિરુધ્ધ કાર્યવાહી કરે તેને શીરપાવ અપાઈ છે. હાલ જે સ્ટેન્ડીંગ ચેરમેન અને ટીપી કમિટીના ચેરમેન છે તેમણે છ માસ પહેલા જ કોંગ્રેસનો વિરોધ કરી ભાજપ સાથે બેસી ગયા હતા. આ બન્નેને શા માટે મહત્વની કમિટીઓ આપી ? અધુરામાં તેમના સભ્યો પણ રીપીટ કરવામાં આવ્યા હતા.