Home » Gujarat » Ahmedabad » કૉંગ્રેસ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પેનલ જાન્યુઆરી અંતમાં દિલ્હી મોકલશે

News timeline

Delhi
9 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
11 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
20 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
23 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
26 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
28 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
30 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
31 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

કૉંગ્રેસ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પેનલ જાન્યુઆરી અંતમાં દિલ્હી મોકલશે

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કૉંગ્રેસની આંતરિક ઘમાસણ વચ્ચે પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલયે ચૂંટણીલક્ષી મિટિંગ યોજાઇ હતી. જિલ્લા તાલુકાના આગેવાનો અને હોદેદારો સાથેની બેઠકમાં પ્રદેશ નેતાગીરીએ જાહેર કર્યુ હતું, કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ઉમેદવારોની પેનલ તૈયાર કરીને દિલ્હી મોકલવામાં આવશે. જોકે ઉમેદવારોના નામની જાહેરાત કયારે કરાશે તે નક્કી નથી. કાર્યકરોને લોકસભાની આગામી ચૂંટણીને લઇ સંગઠનના કામોમાં લાગી જવા પણ આદેશ આપવામાં આવ્યા હતા. હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના હોદેદારે અને કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આંતરિક ઝગડા બંધ કરીને બૂથ મેનેજમેન્ટ, પેજ પ્રભારીની કામગીરી પર ભાર મૂકવા આદેશ કર્યા હતા.

સાથે સાથે સંગઠનના કામમાં લાગીજવા આદેશો આપ્યા હતા. બીજી તરફ કોગ્રેસ અત્યારે આર્થિક કડકીનો સામનો કરી રહી છે. લોકો તરફથી કોઇ ખાસ પ્રતિસાદ મળ્યો નથી એટલે મુદત પૂરી થઇ ગયા પછીએ આ કાર્યક્રમ ચાલુ રાખવા હોદેદારોને સૂચના આપવી પડી હતી. ધનસંગ્રહની સાથે મિશન શકિત પ્રોજેકટમાં અત્યારે ૪.૩૫ લાખ કાર્યકરો જોડાયાનો દાવો કરાઇ રહ્યો છે. તો ૪૨ હજારથી વધુ બૂથ પર જનમિત્રની નિમણૂક થઇ છે. આ ક્ષેત્ર બાકી કામગીરી પૂર્ણ કરવા પણ તાકીદ કરાઇ હતી.