Home » Gujarat » Ahmedabad » બિટકોઇન કાંડ : ભાજપના પૂર્વ ધારાસભ્ય કોટડિયાની જામીન અરજીનો ઉગ્ર વિરોધ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

બિટકોઇન કાંડ : ભાજપના પૂર્વ ધારાસભ્ય કોટડિયાની જામીન અરજીનો ઉગ્ર વિરોધ

અમદાવાદ- બિટકોઇન ખંડણી પ્રકરણમાં પકડાયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ કરેલી જામીન અરજીની સુનાવણી પૂરી થતાં કોર્ટે ચુકાદો ૬ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ રાખ્યો છે. નોંધનીય છે કે, આખાય પ્રકરણમાં કોટડિયા શરૂઆતથી જ સામેલ હોવાથી તેમને જામીન નહીં આપવા સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી.

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ૧૨ કરોડના બિટકોઇન પડાવીને ૩૨ કરોડ રૂપિયાના હવાલા પાડવાના મામલે અમેરલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની મહારાષ્ટ્રના ધુલિયાથી ધરપકડ કરીને પુરાવા એકઠા કર્યા બાદ સીઆઈડી ક્રાઇમે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ મૂક્યું હતું.જે ચાર્જશીટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપનાર સાત સહિત ૨૩૫ જેટલા સાક્ષીઓના નિવેદનો ,કોલ ડિટેઇલ સહિતના દસ્તાવેજો મળીને બે હજારથી વધુ પાના રજૂ કર્યા હતા.

દરમિયાનમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ જામીન અરજી કરીને એવી રજૂઆત કરી હતી કે, જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં મારું નામ નથી. આખીય ઘટનામાં હું કયાંય હાજર નહોતો કે સક્રિય ભૂમિકા ભજવી હોય તેવુ ફલિત થતુ નથી. પોલીસે ખોટી રીતે સંડોવી દીધા છે. આ કેસમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને જામીન આપ્યા છે.જેથી પેરિટીના ધોરણે જામીન આપવા જોઈએ. ખાસ સરકારી વકીલ અમિત પટેલે કોર્ટને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી ૨૦૧૮ની ઘટનામાં આરોપી કિરીટ પાલડિયા, કેતન પટેલ, જતીન પટેલ સાથે નલિન કોટડિયાની પણ મહત્ત્વની ભૂમિકા હતી. આરોપી છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા હતા.