Home » Breaking News » વિસાવદર ખરીદ વેચાણ સંઘ ઉપર ભાજપનો કબજો

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
7 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

વિસાવદર ખરીદ વેચાણ સંઘ ઉપર ભાજપનો કબજો

માર્કેટયાર્ડ બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો

વિસાવદર : વિસાવદરમા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. અગાઉ માર્કેટ યાર્ડમાં પણ કોંગ્રેસનું શાસન હતું. જેમાં ટર્મ પૂરી થતા ચૂંટણીમા બહુમતી મળતા માર્કેટ યાર્ડ ભાજપના હાથમાં આવી ગયેલ. ત્યાર બાદ હવે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ઉપર પણ કબજો કર્યો છે. સંઘના૧૩ સભ્યોમાંથી ૮ સભ્યોએ વર્તમાન પ્રમુખ સામે અવિશ્વાસ જાહેર કરતા તાલુકા સંઘના તમામ નાણાકીય અને વહિવટી અધિકારો બહુમતીથી મેળવી લીધા છે.

વિસાવદરમા તા.૫ના રોજ તાલુકા સહકારી ખરીદ વેચાન સંઘની મીટીંગ બોલાવવામા આવેલ. જેમાં ઠરાવ કરી વહિવટી કમિટીની રચના કરવા અંગે ચર્ચા કરવામા આવેલ. આ મીટીંગમા ૧૩ સભ્યો હાજર રહ્યા હતા. જેમાંથી ૮ સભ્યોએ વર્તમાન પ્રમુખ વહિવટી પ્રક્રિયામા અવિશ્વાસ દર્શાવ્યો હતો અને ૫ાંચ સભ્યોએ વહિવટી કમિટીનો વિરોધ કર્યો હતો. બાદમાં મતદાન થતા ઠરાવ બહુમતીથી પસાર થયો હતો. અને વહિવટી કમિટીની રચના કરવામા આવી હતી. આ કમિટીમા ભાજપના ડિરેકટરોનો સમાવેશ કરવામા આવ્યો હતો. અને કમિટીના અધ્યક્ષ સ્થાને જયંતિભાઈ ભુવાની નિમાયા હતા. તેમજ સભ્યો તરીકે નરેન્દ્રભાઈ કોટીલા, રતિભાઈ સાવલીયા, રાધેલાલભાઈ કાવાણી, વિનુભાઈ હપાણી, કેશુભાઈ આંબલીયા, દિનકરાય જોષી, દિનેશભાઈ ખટારીયાનો સમાવેશ કરવામા આવ્યો છે.