Home » Gujarat » Ahmedabad » કોંગ્રેસ એક્શનમાં, ધારાસભ્યો અને રાજ્યસભા સાંસદોને ટિકિટ નહિ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

કોંગ્રેસ એક્શનમાં, ધારાસભ્યો અને રાજ્યસભા સાંસદોને ટિકિટ નહિ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ-વિપક્ષ નેતા દિલ્હી પહોંચ્યા

આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યો અને રાજ્યસભા સાંસદોને ટિકિટ નહિ આપે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એઆઈસીસીના મહામંત્રીઓની મિટિંગમાં આ નિર્ણય કર્યો છે.

આ નિર્ણયને પગલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડવાના સપનાં જોતાં આઠથી વધુ ધારાસભ્યોના સપનાં ચકનાચૂર થશે, અલબત્ત જ્યાં જરૂર લાગે ત્યાં જ બાંધછોડ કરાશે તેમ સૂત્રો કહે છે. કોંગ્રેસ હાઈકમાન્ડે મહામંત્રીઓ સાથે યોજેલી બેઠકમાં નક્કી કર્યું છે કે, વર્તમાન ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદોને લોકસભા બેઠક પરથી લડાવવામાં નહિ આવે. લોકસભા ચૂંટણીની તૈયારી-આગામી કાર્યક્રમો સહિતની ચર્ચા માટે રાહુલ ગાંધીએ દેશભરના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતાને દિલ્હી બોલાવ્યા છે. ૯મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં આ મળનારી બેઠકને લઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા દિલ્હી દોડયા છે. બેઠક પૂર્ણ થયા બાદ અલગથી પ્રભારી સાથે પણ બેઠક યોજાશે જેમાં રાહુલ ગાંધીના વેલેન્ટાઈન ડેના ગુજરાતના કાર્યક્રમની તૈયારી અંગે પણ ચર્ચા થશે