Home » Gujarat » Gandhinagar » ફિશરીઝ કાંડમાં ભાજપના બે મંત્રીઓના નામ ખુલ્યા

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
7 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ફિશરીઝ કાંડમાં ભાજપના બે મંત્રીઓના નામ ખુલ્યા

ભાજપના તત્કાલીન બે મંત્રીઓને સંડોવતા ચારસો કરોડના ફિશરીઝ કૌભાંડમાં અત્રેની કોર્ટે તત્કાલીન કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણી અને હાલ રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમ સોલંકી સામે જામીનપાત્ર વોરંટ કાઢયુ છે. હાઇકોર્ટમાંથી પછડાટ મળ્યા બાદ આ બંને નેતાઓને આજે ટ્રાયલ કોર્ટમાં હાજર થવાનું હતું. પરંતુ આજે બંને કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે ૫૦ -૫૦ હજારના વોરંટના હુકમો કરી બીજી માર્ચ સુધીમાં તેની બજવણી કરવા પોલીસને આદેશ કર્યો છે.

આ કૌભાંડમાં બંને નેતાઓ ઉપરાંત મત્સ્યદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સાત સામે ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ નોંધાઇ હતી. આરોપીઓએ પોતાની સત્તાનો દુર ઉપયોગ કરીને રાજ્યના તળાવો અને ડેમમાંથી માછલી પકડવાનો કોન્ટ્રાક્ટ વગર ટેન્ડરે મળતિયાઓને પધરાવી દીધો હોવાનો આક્ષેપ હતો.

વર્ષ ૨૦૦૮ની સાલમાં આ કૌભાંડ આચરવામાં આવ્યુ હતું. જે મામલે ૨૦૧૨ની સાલમાં આરોપીઓ વચ્ચે કાનુની ગાળિયો કસાયો હતો.તાજેતરમાં જ હાઇકોર્ટે આ કેસમાં ફરિયાદ રદ કરવાની આરોપીઓની ક્વોશિંગ પીટીશન કાઢી નાખી ૧૫ દિવસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો હતો.

શુક્રવારે ગાંધીનગર સેશન્સ કોર્ટમા આ કેસની મુદ્દત હતી. જેમાં મંત્રી પરશોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને હાજર થવાનું હતું. પરંતુ સમગ્ર દિવસ સુધી બંને નેતાઓ કોર્ટમાં હાજર થયા નહતા. જોકે, આ કેસના અન્ય સરકારી આરોપી અધિકારીઓએ કોર્ટમાં હાજરી આપી હતી. કોર્ટે બપોર સુધી રાહ જોઇ હતી. પરંતુ બંને નેતાઓ હાજર નહી થતા કોર્ટે બંને વિરૂધ્ધ ૫૦-૫૦ હજાર વોરંટના હુકમ કર્યા હતા.

બીજી માર્ચ સુધીમાં વોરંટની બજવણી કરવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છેકે, સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ફિશરીઝ કૌભાંડમાં ભાજપના તત્કાલીન મંત્રી દિલીપ સંઘાણી તથા રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમ સોલંકીનું નામ બહાર આવ્યુ હતું.