Home » Breaking News » ગુજરાત કોંગ્રેસનો પ્લાન: 40થી વધુ દિગ્ગજ નેતાઓ 500 સભાઓ કરશે

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ગુજરાત કોંગ્રેસનો પ્લાન: 40થી વધુ દિગ્ગજ નેતાઓ 500 સભાઓ કરશે

લોકસભા 2019ની ચૂંટણી અંગે ગુજરાત કોંગ્રેસની કેમ્પેન કમિટીની બેઠક યોજાઇ હતી. હાલમાં દિલ્હીના નેતા ગુજરાતની મુલાકતે છે. દિલ્હીમાં રાહુલ ગાંધી ગુજરાતના નેતાઓ સાથે રણનીતિ ઘડશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીલક્ષી બે મહત્વની બેઠક યોજાઈ છે. જેમાં સૌ પ્રથમ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની પ્રચાર કમિટીની બેઠક શરૂ થઈ છે.

કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જાહેર થયેલી વિવિધ કમિટી અંતર્ગત પ્રચાર કમિટીની કમાન સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે. ત્યારે તેની આગેવાનીમાં આ બેઠક આયોજિત થઈ છે તો સાથે જ આ કમિટીના સભ્યો પણ આ બેઠકમાં સામેલ થયા છે.

અમદાવાદમાં કોંગ્રેસનો સંવિધાન બચાવો દેશ બચવો કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતા કુમારી શૈલજા પણ હજાર રહેશે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ 500 સભાઓનું આયોજન કરી રહી છે તેવું સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું. એક વિધાનસભા દીઠ 3 જાહેર સભાનું કોંગ્રેસ આયોજન કરશે. મહિલા – યુવાનો માટે કોંગ્રેસ વિશેષ કાર્યક્રમ યોજશે. ઘડાયેલી રણનીતિનો આગામી દિવસોમાં અમલ પણ થશે.

કોંગ્રેસ કેમ્પઇન કમિટી પ્રથમ બેઠકમાં નિર્ણય લેવાયો છે જેમા લોકસભા ચૂંટણીમાં 40થી વધારે રાષ્ટ્રીય નેતાઓને સભા માટે બોલાવાશે. આ માટે પ્રિયંકા ગાંધીને મહિલા સંમેલનમાં હાજર રહેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાઇલોટ, નવજોતસિંહ સિંધુ, કમલનાથ, અશોક ગેહલોત સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધે તેવો પ્રસ્તાવ મૂક્વામાં આવ્યો છે. તમામ લોકસભા બેઠકમાં બે રાષ્ટ્રીય નેતાઓની સભા થાય એવું કોંગ્રેસનું આયોજન છે.