Home » Gujarat » Ahmedabad » લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસ ગુજરાતમાં પ્રિયંકા ગાંધીને ઉતારશે

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
7 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસ ગુજરાતમાં પ્રિયંકા ગાંધીને ઉતારશે

લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને ભાજપના ગઢ ગુજરાતમાં ઉતારશે. પ્રદેશ કોંગ્રેસની પ્રચાર સમિતિની બેઠક શનિવારે અમદાવાદ ખાતે મળી હતી. જેમાં ગુજરાતમાં યોજાનારા મહિલા સંમેલનમાં પ્રિયંકા ગાંધીને બોલાવવાનો પ્રસ્તાવ આ રાષ્ટ્રીય નેતૃત્વને મોકલવાનો નિર્ણય થયો હતો.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં વલસાડથી ચૂંટણી પ્રચારનો આરંભ કરશે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દેશને કઈ દિશામાં લઈ જવા માંગે છે તેનું ચિત્ર તેમજ ભાજપની નિષ્ફળતા પ્રચારના મુખ્યમુદ્દા રહેશે. ઉપરાંત શહેરી મતદારો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ સાથે સંવાદ સર્જન માટે અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. ચૂંટણી પ્રચાર માટે રાજ્યમાં ત્રણ વિધાનસભાએ એક મોટી સભા સાથે 500 સંમેલનોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ સભા- સંમેલનોમાં નવજોતસિંઘ સિધ્ધુ, જ્યોતિરાદિત્ય સિંઘિયા, સચિન પાયલોટ જેવા કોંગ્રેસના યુવા નેતાઓ ઉપરાંત પાડોશી રાજ્યોના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કમલનાથ સહિત 40 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસમાં પ્રચાર સમિતિના ચેરમેન સિધ્ધાર્થ પટેલે કહ્યુ હતુ કે, લોકસભા ચૂંટણી સંદર્ભે આવનારા દિવસોના કાર્યક્રમો અને રણનિતીની સંદર્ભે વિસ્તારથી ચર્ચા થઈ છે. આગામી પાંચેક દિવસમાં તેને આખરી ઓપ આપીને તબક્કાવાર તેની જાહેરાત કરવામા આવશે. પ્રચાર સમિતિ ઉપરાંત શનિવારે ચૂંટણી ઢંઢેરા સંદર્ભે પણ બેઠક મળી હતી. કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પ્રત્યેક રાજ્યો માટે અલગ અલગ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી રહ્યુ છે જેના માટે નાગરીકો પાસેથી સુચનો મંગાવાયા છે.