Home » Gujarat » Bhuj » વિદેશમાંથી છબીલ પટેલની ધરપકડ કરવા ભચાઉ કોર્ટમાં અરજી કરાઈ

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

વિદેશમાંથી છબીલ પટેલની ધરપકડ કરવા ભચાઉ કોર્ટમાં અરજી કરાઈ

ભુજ- ભાજપના નેતા જયંતિ ભાનુશાલીના હત્યા થયાને એક મહિનાનો લાંબો સમય વિતવા છતા ૫ોલીસ હત્યારાઓને પકડી શકી નાથી. ગુજરાતભરમાં ચકચાર મચાવનારા હત્યાકાંડનો ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કરી દીધો પરંતુ હત્યાના મુખ્ય સુત્રાધારો પકડાતા ન હોવાથી પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પ્રકરણમાં જેની સંડોવણી સામે આવી છે અને હાલમાં જે વિદેશ હોવાની વાત છે તેવા છબીલ પટેલની વિદેશાથી ધરપકડ કરવા પોલીસે ભચાઉ કોર્ટમાં અરજી કરી છે.

જયંતી ભાનુશાલી હત્યા પ્રકરણમાં છબીલ પટેલનું નામ બહાર આવતા તેના પુત્ર સિધ્ધાર્થ દ્વારા રદીયો આપવામાં આવ્યો હતો. અને પોતાના પિતા અમેરિકા ગયા હોવાનું જણાવ્યુ હતુ. જો કે પોલીસની તપાસમાં છબીલ અમેરિકા નહિં પરંતુ મસ્કત ગયો હોવાનું ખુલ્યુ હતુ.

આ હત્યા કેસમાં છબીલ સહિત મનીષા ગોસ્વામી, સુરજીત ઔભાઉ અને બે શાર્પ સુટરો પકડાયા નથી. ત્યારે હવે વિદેશ ગયેલા છબીલની  ત્યાંથી ધરપકડ કરવા માટે ગુજરાત ઔરેલવે પોલીસે કાયદાકીય ગાળીયો તૈયાર કર્યો છે.

જે અનુસાર, રેલવે પોલીસે ભચાઉ કોર્ટમાં કલમ ૭૦ હેઠળ છબીલને પકડવા વોરન્ટ ઈસ્યુ કરવા અરજી કરી છે. કલમ ૭૦ અનુસાર કોર્ટ દ્વારા વોરન્ટ ઈસ્યુ કરાયા બાદ છબીલ ગમે ત્યાં હોય પોલીસ તેની ધરપકડ કરી શકે છે. હવે વિદેશમાંથી છબીલની ધરપકડ રેડ કોર્નર નોટીસનો માર્ગ ગુજરાત પોલીસ માટે મોકળો થયો છે. વોરન્ટ ઈસ્યુ કરવાના મુદે મંગળવારે ભચાઉ કોર્ટમાં સુનાવણી થશે.