Home » Gujarat » ફેબ્રુઆરીના અંત સુધીમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી તૈયાર થશે

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ફેબ્રુઆરીના અંત સુધીમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી તૈયાર થશે

25મી સુધી સંભવિતોની યાદી મોકલી આપવા રાજ્ય એકમોને આદેશ

લોકસભાની ચૂંટણીઓ નજીક આવતાં જ તમામ પાર્ટીઓમાં ટિકિટવાંચ્છુઓમાં હોડ જામી રહી છે. ટિકિટના મામલે પક્ષમાં અસંતોષ અને બળવા પર પહેલેથી જ લગામ લગાવવાનો પ્રયાસ કરતાં કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પાર્ટીના પ્રદેશપ્રમુખો અને વિધાનસભાનેતાઓ સાથે શનિવારે મોડેથી યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, પાર્ટીએ રાજ્યસભાના સાંસદો, વિધાનસભાના સીટિંગ એમએલએ અને તેમના પરિવારજનોને લોકસભાની ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

કેટલાંક કોંગ્રેસશાસિત રાજ્યોના મંત્રીઓ પોતાનાં સંતાનોને રાજનીતિમાં લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસપ્રમુખનો નિર્દેશ આ પ્રકારની પરંપરા તોડવાનો છે, જોકે તેમાં થોડી છૂટછાટ પણ રાખવામાં આવી છે. અપવાદરૂપ કિસ્સાઓમાં કોંગ્રેસપ્રમુખનો નિર્ણય અંતિમ ગણાશે. દાખલા તરીકે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનો પુત્ર નકુલ છિંદવાડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. સીએમ બન્યા પછી કમલનાથે આ બેઠક ખાલી કરી છે.

કોંગ્રેસ દ્વારા જારી કરાયેલાં એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગીના મામલે રાહુલ ગાંધીએ વ્યાપક પગલાંનો નિર્દેશ આપ્યો છે. કોંગ્રેસપ્રમુખ ઇચ્છે છે કે, ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીના મહત્તમ હોદ્દેદારો અને કાર્યકરોની ભૂમિકા હોય. કોંગ્રેસપ્રમુખે જેમ બને તેમ ઝડપથી ઉમેદવારોની પસંદગીપ્રક્રિયા પૂરી કરવાની સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા અનુુસાર તમામ રાજ્યની કોંગ્રેસસમિતિઓને 25મી ફેબ્રુઆરી સુધીમાં તેમનાં રાજ્યોની તમામ લોકસભાની બેઠકો પર સંભવિત ઉમેદવારોનાં નામ હાઇકમાન્ડને મોકલી આપવાનો આદેશ અપાઈ ચૂક્યો છે. પાર્ટી ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉમેદવારો પર નિર્ણય લઈ લેવા માગે છે.