Home » Gujarat » Ahmedabad » ભાજપના નેતાનો પુત્ર 1200 કરોડના કૌભાંડના આરોપીનો ભાગીદાર

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ભાજપના નેતાનો પુત્ર 1200 કરોડના કૌભાંડના આરોપીનો ભાગીદાર


વ્હીકલ રોકડેથી રોકાણ કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોધાવાઇ

પાલડીના રહેવાસી કલ્પેશ નટવરલાલ અખાણીએ ક્રાઇમ બ્રાંચમાં ગુરૂવારે પ્રિયંકા અગોલા, તેના પતિ અમૃત અગોલા અને તેમના ભાગીદાર ચિરાગ પટેલએ ઓટો મોબાઇલ્સ ઘંઘામાં રોકાણના નામે વર્ષે 2012થી 2016 દરમિયાન કુલ 15 કરોડ મેળવ્યા અને વ્હીકલ રોકડેથી રોકાણ કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોધાવાઇ હતી. જેમાં આરોપી ચેતન પટેલ કાર અને ટુ વ્હિલરનું એડવાન્સ બુકિંગ કરાવીને તેને ઓનમાં વેચવાનો ઘંઘો કરતાં હોવાનું કહેતા હતા અને તેના કારણે જે નફો થશે તેમાંથી રોકાણકારોને મહિને 4 ટકાનુ વળતર આપવામાં આવશે એવી લોભામણી લાંલચ આપતાં હતાં.

દસ્ક્રોઇ તાલુકાના પૂર્વ પ્રમુખના પુત્ર ચિરાગ પટેલની ધરપકડ કરવામાં આવતાની સાથે જ વધુ ત્રણ લોકોએ ચિરાગે આ પ્રકારે તેમની સાથે રૂપિયા 1.30 કરોડની ઠગાઇ કરી હોવાનું નિવેદન નોધાવ્યા છે. આ કૌભાંડના ભોગ બનનારા સેંકડો રોકાણકારોમાં ચાલતી ચર્ચાઓ મુજબ છેતરપિંડીના આ કૌભાડનો આંકડો આશરે 1200 કરોડ જેટલો થવા જાય છે અને ભાજપના એક કદાવર નેતાનો પુત્ર આ કૌભાંડના એક આરોપીનો ભાગીદાર છે. ઉલ્લેખનિય છે કે ચિટર ચિરાગ પટેલ આરટીઓમાં મોટુ કૌભાડ આચર્યુ હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. જેમાં ડિમાન્ડ હોય તેવા ટુ વ્હીલરની 3 હજાર અને ફોર વ્હિલર 4 હજાર ઓન એજન્સીને ચૂકવીને બ્લોક એટલે કે બૂક કરાવી દેતા હતા. પછી કોઇ ગ્રાહક આવે અને આનાથી વધુ પૈસા પણ આપી વાહનો વેચતા હતા.

ચિરાગ પટેલને બચાવવા રાજકીય નેતાઓ પણ મેદાને ઉતાર્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચમા ગુનો નોંધાયા બાદ અન્ય લોકો પણ ચિરાગ પટેલનો ભોગ બન્યાનું સામે આવ્યું છે.