Home » Gujarat » અયોધ્યા નવાબોનું શહેર હતું, ત્યાં રામ મંદિર હતું જ નહીં : શંકરસિંહ વાઘેલા

News timeline

Cricket
7 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

અયોધ્યા નવાબોનું શહેર હતું, ત્યાં રામ મંદિર હતું જ નહીં : શંકરસિંહ વાઘેલા

સુરત- સુરત સરકીટ હાઉસ ખાતે શંકરસિંહ વાઘેલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, શક્તિ દળની સારા વિચારો સાથે યુવાનોને દિશા આપવા માટે રચના કરવામાં આવી છે. જેનો એક ડ્રેસ કોડ રહેશે. એક એનજીઓ તરીકે કામગીરી રહેશે. ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે, ટ્રાઇબલ પટ્ટી ભયંકર દુઃખી છે.

આદિવાસી સમાજ સૌથી દુઃખી છે. ત્યાં ત્રાસ ગુજરાવાનો હોય તો સરકારની સંડોવણી હોય જ છે. ટ્રાઇબલ ઉછીનો સમાજ હોય તેવુ લાગે છે.માત્ર સરદારની પ્રતિમા બનાવી દેવાથી વિકાસ થતો નથી. બીજેપીનું નોસ ડ્રાઇવ ૨૦૧૯માં થવાનું છે. ૨૦૧૪માં યુપીએની પરિસ્થિતિ સારી ના હતી. પહેલા પાંચ રાજ્યો બીજેપીના હતા, આજે નથી.

૨૦૧૯માં બીજેપીની સીટ માઇનસ થવાની છે, જેથી તે ૨૭૨ સુધી પહોંચી નહીં શકે. લોકોને જે વાયદા કરેલા તે પુરા થયા નથી. વાણીવચનમાં ફરક એટલે ચિટીંગ સિવાય કંઈ નથી ભલે પછી સીબીઆઈ હોય કે બીજું કઇ. દેશની આરબીઆઇ ખતમ કરાવી નાંખી, સીબીઆઈમાં ખોટા અધિકારીઓની ભરતી કરી. અત્યારે જે માનસિકતા છે કે જે હું કહું એજ ચાલે તે જોતા ૨૦૧૯માં નવી ક્રાંતિ ચાલશે. જેમાં ખાસ યુથ અને મહિલાઓ હશે. બીજી તરફ રામ મંદિર માટે જે લોકો મુદ્દો ઉઠાવી રહ્યા છે તે નવરા લોકોનું કામ છે. અયોધ્યા નવાબનું શહેર હતું. ત્યાં મંદિર હતું જ નહીં. રામ મંદિર બનાવો કે ના બનાવો શું ફરક પડશે.