Home » Gujarat » ભાજપમાં જૂથવાદ ચરમસિમાએ, સૌરભ પટેલે વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યાં

News timeline

Football
1 hour ago

કોલકતામાં મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી કાંસ્યની પ્રતિમાનું લોકાર્પણ

Ahmedabad
2 hours ago

ગુજરાતમાં બીજા તબક્કામાં 68.70 ટકા મતદાન થયું

Bollywood
2 hours ago

રિતિકને પાછળ રાખી શાહિદ બન્યો સેકસીએસ્ટ એશિયન મેન

Ahmedabad
3 hours ago

મતદાન બન્યું હિંસક, અનેક સ્થળોએ જૂથ અથડામણ, પથ્થરમારો, વાહનો સળગાવાયા

Bollywood
3 hours ago

શાહીદની સાથે ઇલિયાના ફરી જોડી જમાવવા તૈયાર

Cricket
4 hours ago

ગેલનો રેકોર્ડ : ટી-૨૦માં ૨૦મી સદી સાથે ૧૧,૦૦૦ રન

Bollywood
7 hours ago

રિતિક સાથે ફિલ્મ મળતા વાણીનો ઉત્સાહ વધ્યો

Bangalore
7 hours ago

રામસેતુ કુદરતી નહીં, માનવ-નિર્મિત છે : અમેરિકાની ડિસ્કવરી

World
7 hours ago

અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે અલાબામા સેનેટ બેઠક જીતી : ટ્રમ્પને ફટકો

Headline News
7 hours ago

દુબઈ સુપર સિરિઝમાં સિંધુની રાહ આસાન : શ્રીકાંત હાર્યો

Top News
7 hours ago

એચ-૧બી વિઝા ધારકો હવે એકથી વધુ કંપનીમાં કામ કરી શકશે

Top News
7 hours ago

અમેરિકા કોઇપણ પૂર્વ શરત વગર ઉત્તર કોરિયા સાથે મંત્રણા કરવા તૈયાર

ભાજપમાં જૂથવાદ ચરમસિમાએ, સૌરભ પટેલે વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યાં

ભાજપના ધારાસભ્યોની બેઠકમાં આનંદીબેન પટેલ, સૌરભ પટેલ ગેરહાજર રહ્યાં

અમદાવાદ- ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તિન બાદ પણ ભાજપમાં જૂથવાદ યથાવત છે. વિધાનસભા સત્ર પહેલાં ભાજપના ધારાસભ્યોની મળેલી બેઠકમાં પણ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલે હાજરી આપી ન હતી . એટલું જ નહીં, સૌરભ પટેલ પ્રશ્નોતરીમાં ભાજપ સરકાર વિરોધી પ્રશ્નો પૂછયાં છે. દંડકની જાણ બહાર બારોબાર પ્રશ્નો પૂછતાં ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વિધાનસભા સત્ર અગાઉ પ્રશ્નોતરી માટે માત્ર સહી કરીને ફોર્મ દંડકની ઓફિસમાં મોકલી અપાય છે. પક્ષવતી જ પ્રશ્ન લખીને મોકલી આપવામાં આવે છે. આ વખતે સૌરભ પટેલે આ પરંપરા તોડીને જાતે જ ફોર્મ ભરીને સરકારને મુશ્કેલી થાય તેવા પ્રશ્નો લખીને મોકલી આપ્યા હતાં તેવી ભાજપના નેતાઓમાં ચર્ચા ચાલી છે. મંત્રીમંડળમાંથી બાકાત કરી કેન્દ્રમાં લઇ જવાની ગાજર લટકાવી સૌરભ પટેલને ભાજપે ઘરનો રસ્તો દેખાડી દીધો છે ત્યારે હવે સૌરભ પટેલે પણ ભાજપ સામે આડખીલી ઉભી કરવા પ્રયત્ન કર્યો છે. વિધાનસભા સત્ર પહેલાં ભાજપના ધારાસભ્યોની મળેલી બેઠકમાં પણ સૌરભ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગેરહાજર રહ્યા હતાં . આમ, ભાજપમાં જૂથવાદ ઘર કરી ગયો છે. અમિત શાહ અને આનંદીબેન પટેલ જૂથ અંદરખાને ફરી સામસામે આવ્યા છે.