Home » Gujarat » મહેસાણામાં યુવા ભાજપ અધ્યક્ષના વિરોધ માટે તૈયારી

News timeline

Bollywood
39 mins ago

સોનુ સુદ હિન્દી અને મરાઠી ફિલ્મો કરવા તૈયાર

World
45 mins ago

સઉદી : મહિલાનો વિવાદાસ્પદ વીડિયો જાહેર થતા ફિટનેસ સેન્ટર બંધ

Gujarat
51 mins ago

દા.ન.હવેલીમાં મેડિકલ-એન્જિનિયરીંગ કોલેજ પણ બનશે- રાજનાથસિંહ

Delhi
1 hour ago

લોકતંત્ર ખતરામાં કહી યશવંત સિન્હાએ BJP સાથે છેડો ફાડયો

Business
3 hours ago

ઓઇલ એક્સ્પ્લોરેશન કંપનીઓનું માર્જિન 25 ટકા વધશે: ક્રિસિલ

Business
3 hours ago

એસ્સાર સ્ટીલ માટે બીજા રાઉન્ડનું બિડિંગ અમાન્ય

Cricket
3 hours ago

શિખર ધવન ઈજાગ્રસ્ત : હવે પછીની મેચો રમવા પર સસ્પેન્સ

Business
4 hours ago

ઊજળા દેખાવ બાદ TCS પ્રીમિયમ વેલ્યુએશન જાળવે તેવી શક્યતા

Business
4 hours ago

આલોક ઇન્ડ.ના 12,000 કર્મચારી જોબ ગુમાવશે

Ahmedabad
4 hours ago

કૉંગ્રેસેને ન્યાયપાલિકા પર ભરોસો નથી: જીતુભાઇ વાઘાણી

Cricket
5 hours ago

૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા ભારત દાવેદારી કરશે

Bollywood
5 hours ago

‘બાહુબલી-૨’ ચીનમાં મે ના પ્રથમ અઠવાડિયે રિલીઝ કરાશે

મહેસાણામાં યુવા ભાજપ અધ્યક્ષના વિરોધ માટે તૈયારી

રાત્રિ સભાઓનો દોર યથાવત, બહેનો મોટી સંખ્યામાં ઉમટવાની સંભાવના

મહેસાણા- મહેસાણામાં ૨૭ ફેબુ્રઆરીના રોજ પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષની રેલી યોજાવાની છે. આ રેલીમાં યુવા ભાજપના અધ્યક્ષ તેમજ ભાજપ સરકારનો વિરોધ નોંધાવવા માટે પાસ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી છે અને રાત્રિ સભાઓ અને બેઠકોનો દોર અંતિમ તબક્કામાં આવ્યો છે.

યુવા ભાજપના અધ્યક્ષની રેલીના રૃટ પર પાસ દ્વારા ભારે વિરોધ નોંધાશે તે માટે તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવાયો છે. મહેસાણા શહેર ખાતે ભાજપ દ્વારા ભીંત સૂત્રો લખાવાયા હતા. જેના પર પણ કેટલાક તત્વો દ્વારા કાળો કલર લગાવી ભારે વિરોધ નોંધાવાઈ રહ્યો છે. પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ ઋત્વીજ પટેલની મહેસાણા ખાતે ૨૭ ફેબુ્રઆરી સોમવારે રેલી યોજાવાની છે.

આ રેલી શહેરના નાગલપુર હાઈવે સ્થિત ચાઈના ગેટ પાર્ટી પ્લોટથી નીકળી નાગલપુર પાટિયા, મોઢેરા ચાર રસ્તા, રાજકમલ પેટ્રોલપંપ, રાધનપુર ચાર રસ્તા તેમજ રાધનપુર રોડ પર રેલી ફરશે. આ રેલીમાં વિરોધ મામલે ઉ.ગુ. પાસના કન્વીનર સુરેશ પટેલ (ઠાકરે)ના જણાવ્યા અનુસાર રેલીના રૃટ ચાઈના ગેટ પાર્ટી પ્લોટ પાસ દ્વારા વિરોધ નોંધાવશે. આ ઉપરાંત નાગલપુર પાટિયા, મોઢેરા ચાર રસ્તા, રાજકમલ પેટ્રોલપંપ, રાધનપુર ચાર રસ્તા, રાધનપુર રોડ પર મોટી સંખ્યામાં પાટીદારો દ્વારા બેનરો તેમજ થાળી, વેલણો લઈ વિરોધ નોંધાવશે.