બજેટ પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતાં શક્તિસિંહ ગોહિલે વચન પણ આપી દીધું
ગાંધીનગર- બજેટ પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસનાં સીનિયર નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ૨૦૧૮માં કોંગ્રેસ સરકાર આર્થિક પછાતને અનામત આપી દેશે. માજી મુખ્યમંત્રી આનંદીબહેને ૧૦ ટકા અનામત આપી હતી તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ગેરબંધારણીય ગણે છે જે ભાજપની આંતરીક લડાઈનું પ્રમાણ છે.
તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર બજેટમાં વાતો કરે છે પરંતુ નાણાની ફાળવણી કરતી નથી. દર વર્ષે પુરાંતવાળા બજેટની વાતો કરે છે જે જૂઠાણું છે. દર વર્ષે મોટી ખાધ રહે છે. સરકાર બોલીને ફરી જાય છે. જે ખતરનાક છે. એક લાખ નવ હજારને નોકરી આપી તે સરકારનું સૌથી મોટું જૂઠાણું છે.
રાજકોટ, કચ્છ, મોરબી અને અન્ય જિલ્લાનાં દસ્તાવેજી પુરાવા જણાવે છે કે, જે ફેક્ટરીઓમાં વર્ષોથી નોકરી કરતા હતા તેમને બસોમાં બેસાડીને લાવી તેમના ફોર્મ ભરાવ્યા છે. મજૂરી કામે જતાં લોકોના અંગુઠા મરાવીને નવી નોકરી આપ્યાના ફોર્મ ભરાવ્યા છે. ઉપરાંત મજૂરો પૂરા પાડતા કોન્ટ્રાક્ટરોને ત્યાંથી છુટક પૂરા પાડતા મજૂરોના પણ ફોર્મ ભરીને નવી નોકરીના ફોર્મ ભરાવ્યા છે. શક્તિસિંહે વિધાનસભામાં આ સંદર્ભમાં દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરીને સેંકડોનું લીસ્ટ બતાવ્યું હતું.
We are Social