Home » Gujarat » Ahmedabad » ગુજરાતમાં 150 બેઠકનો લક્ષ્ય : રૂપાણી

News timeline

India
2 days ago

ભારત-પાકિસ્તાન સરહદ પર ઘુસણખોરી કરનાર 2 શખ્સો ઠાર કરાયા

Gandhinagar
2 days ago

ખેડૂતોનાં દેવાં માફ કરાશે, ૧૬ કલાક સસ્તી વિજળી અપાશે –કોંગ્રેસે વાયદો કર્યો

Gujarat
2 days ago

ઈડર પાસે વડોદરાના શેરબ્રોકરના છ કરોડ રોકડાની લૂંટથી ચકચાર

Ahmedabad
2 days ago

પક્ષના વફાદારોની અવગણના ભારે પડશે – ધારાસભ્યો-હોદ્દેદારો

India
2 days ago

પ્રદ્યુમ્ન કેસ: રાયન સ્કૂલના ટ્રસ્ટીઓને જરાય રાહત નહીં, HCનો ધરપકડ પર સ્ટે મૂકવાનો ઈન્કાર

World
2 days ago

મેક્સિકો બાદ ન્યુઝીલેન્ડ પણ ભૂકંપના ચપેટમાં

Delhi
2 days ago

બળાત્કારી ગુરમિત જેલમાં શાકભાજીની ખેતી કરશે, રોજની રૂ. 20 મજૂરી

Delhi
2 days ago

ઉ.પ્રદેશમાં એક જ સ્થળે 10 કલાકમાં બે ટ્રેન ખડી પડી: જાનહાનિ નહીં

India
2 days ago

મુંબઈમાં વરસાદના કારણે એરપોર્ટ પર સ્પાઈસ જેટનું વિમાન કીચડમાં ફસાયુ

Delhi
2 days ago

અસહિષ્ણુતા અને બેકારી ભારતની સમસ્યાઓ : રાહુલ

Top News
2 days ago

7.1ની તીવ્રતાવાળા ભૂકંપની હચમચી ઉઠ્યું મેક્સિકો સીટી, 130ના મોત

India
2 days ago

ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું; હાઈ ટાઈડની ચેતવણી, શાળા-કોલેજો બંધ

ગુજરાતમાં 150 બેઠકનો લક્ષ્ય : રૂપાણી

અમદાવાદ- મુખ્યમંત્રી વિજય રૃપાણીએ વહેલી ચૂંટણીની શક્યતાને ધરાર નકારી કાઢી છે અને કહ્યું કે, ‘યુપીમાં ૩૦૦ અને ગુજરાતમાં ૧૫૦’ બેઠકોના સૂત્ર સાથે ભાજપ ગુજરાતની આગામી ચૂંટણીમાં ઝંપ લાવશે. નોટબંધીએ બીજા પક્ષો માટે વોટબંધી કરી દીધી છે. પરિણામો અંતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, જ્ઞાતિવાદ અને જાતિવાદની રાજનીતિ રાજનીતિને પરાસ્ત કરી દેશની જનતાએ વિકાસની રાજનીતિને સ્વીકૃતિની મહોર મારી છે, જે આજના ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.

રૃપાણીએ કહ્યું કે,વડા પ્રધાનની તમામ ક્ષેત્રો અને તમામ વર્ગોને અનુલક્ષીને બનાવવામાં આવેલી કેન્દ્રની યોજનાઓને જનતાએ સ્વીકૃતિ આપી છે અને વિરોધીઓની તુષ્ટિકરણની રાજનીતિને જાકારો આપ્યો છે. આ ભવ્ય વિજય મોદીની લોકપ્રિયતા અને ભાજપાની સ્વીકૃતિની જીત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જે રીતે ૨૦૧૪માં ઉત્તર પ્રદેશની લોકસભાની ૮૦માંથી ૭૩ સીટો પર ભાજપે વિજય મેળવ્યો તે રીતે ગુજરાતમાં ૨૬માંથી ૨૬ તમામ સીટો પર ભાજપે વિજય મેળવ્યો હતો તે રીતે ‘યુપીમાં ૩૦૦, ગુજરાતમાં ૧૫૦’ બેઠકો આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય થશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કહ્યું કે, વડા પ્રધાનની વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સંગઠનાત્મક શક્તિને કારણે આજની ચૂંટણીઓના આ પરિણામ શક્ય બન્યા છે. ગુજરાતની આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય રથ આગળ વધવાનો છે.