Home » Breaking News » બાયડમાં ભાજપના બળવાખોર નેતા એનસીપીના ટેકાથી પ્રમુખ તરીકે ચૂંટાયા

News timeline

Ahmedabad
15 hours ago

ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન વિપક્ષનો હંગામોઃ હર્ષદ રિબડીયાએ ઉછાળી મગફળી

Delhi
15 hours ago

વાતચીતથી નહીં આવે ઉકેલ, સુપ્રીમ કોર્ટ પાસેથી જ સમાધાન શક્ય

Bangalore
15 hours ago

ઈસરો દ્વારા અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

Ahmedabad
15 hours ago

ગુજરાતમાં શિક્ષણને આપવામાં આવ્યું સૌથી વધું પ્રાધાન્ય, 27,000 કરોડની ફાળવણી

Gujarat
15 hours ago

‘ઉડાન’ સેવા શરૂ થતા જ ફિયાસ્કો, કેન્સલ થઈ જામનગર-અમદાવાદની ફ્લાઈટ

Gujarat
16 hours ago

મચ્છરોના ત્રાસને કારણે બંધ રખાયુ રાજકોટ માર્કેટ યાર્ડ

Bhuj
16 hours ago

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ

Ahmedabad
16 hours ago

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

Ahmedabad
16 hours ago

ગાયને બચાવવા જતા જીપમા સવાર 3 મુસાફરો થયા કાળનો કોળિયો

Business
16 hours ago

એમેઝોનનો ભારતના ફૂડ રિટેલિંગ બિઝનેસમાં પ્રવેશ

Business
16 hours ago

જાન્યુઆરીમાં SIP રોકાણ એક અબજ ડોલરે પહોંચ્યું

Ahmedabad
16 hours ago

નગરપાલિકા: 75માંથી 47માં ભાજપ, 16માં કૉંગ્રેસને બહુમતી

બાયડમાં ભાજપના બળવાખોર નેતા એનસીપીના ટેકાથી પ્રમુખ તરીકે ચૂંટાયા

બાયડ- બાયડ પાલિકાના પ્રમુખ વિરૃધ્ધ અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર થઇ હતી.   બાયડ નગરપાલિકાના પ્રમુખની જગ્યા ખાલી પડી હતી.  જેની આજે બાયડ પ્રાંત અધિકારી એ.કે.પ્રજાપતિના અધ્યક્ષતામાં પ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના બળવાખોર સભ્ય એન.સી.પી.ના ટેકાથી પ્રમુખ તરીકે ચુંટાતા બાયડના રાજકારણમાં ભારે ઉતેજના ફેલાઈ હતી. બાયડ નગરપાલિકા એક વર્ષ પહેલા ભાજપની બની હતી. ભાજપના ૧૩ સભ્યો ચુંટાયા હતાં જયારે એન.સી.પી.ના ૧૧ સભ્યો ચુંટાયા હતાં જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે વરૃણ પટેલ સત્તા સંભાળી હતી.

એક વર્ષના સમયગાળા દરમ્યાન પ્રમુખના વહીવટથી નારાજ ભાજપના પાંચ સભ્યોએ બળવો કરતા ભાજપે સત્તા ગુંમાવવી પડી હતી. ચુંટણીમાં ભાજપ તરફથી વરૃણ સુધીરભાઈ પટેલ ઉમેદવારી નોધાવી હતી. જયારે સામે પક્ષે બે ઉમેદવારે અરવિંદભાઈ રેવાભાઈ પ્રજાપતિ અને જયોતિકાબેન જતિનકુમાર પટેલે ફોર્મ ભર્યા હતા. જેમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના સમયે જયોતિકાબેન જતિનકુમાર પટેલે ઉમેદવારી પાછી ખેંચી હતી. જેથી વરૃણ પટેલ અને અરવિંદ પ્રજાપતિ વચ્ચે ચુંટણી યોજાઈ હતી. જેમાં અરવિંદ પ્રજાપતિને ૧૩ મત મળ્યા હતા.

જયારે વરૃણ પટેલને ૧૧ મત મળ્યા હતા. જેથી ચુંટણી અધિકારીઓ અરવિંદ પ્રજાપતિને ચુંટાયેલા જાહેર કર્યા હતા. અરવિંદ પ્રજાપતિને મળેલ ૧૩ મતો પૈકી ૨ ભાજપના બળવાખોર કોર્પોરેટર તથા ૧૧ એન.સી.પી.ના કોર્પોરેટરના મત મળ્યા હતા. વરૃણ પટેલને મળેલ ૧૧ મત પૈકી અવિશ્વાસની દરખાસ્તમાં મત આપનાર ત્રણ ભાજપના સભ્યોએ મત આપ્યો હતો.