Home » Gujarat » જિ.પં. પ્રમુખ નહીં બનાવે તો કડીના ડેલિગેટની પાર્ટી છોડવા ચિમકી

News timeline

Football
33 mins ago

કન્ફડરેશન કપ : જર્મની અને ચીલી વચ્ચેની રોચક મેચ ડ્રો

Headline News
3 hours ago

શ્રીકાંત ઓસ્ટ્રેલિયન સુપર સિરિઝની સેમિ ફાઈનલમાં

Top News
4 hours ago

ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલન થતા 100 જણા દટાયાઃ બચાવકાર્ય ચાલુ

Bollywood
5 hours ago

હિરાનીની દત્ત ફિલ્મ માર્ચ ૨૦૧૮માં રજૂ કરાશે

Delhi
6 hours ago

મોદી અમેરિકા સહિત 3 દેશોના પ્રવાસેઃ ટ્રમ્પ સાથે લેશે વ્હાઈટ હાઉસમાં ડિનર

Football
7 hours ago

મેસી જેલની સજાને બદલે ૫.૫૮ લાખ ડોલર ચૂકવવા તૈયાર

Canada
7 hours ago

વિકસતા જતા ઇન્ટરનેટ ઉદ્યોગ પર કર લાદવાની ભલામણ ટ્ર્ડોએ ફગાવી

Breaking News
7 hours ago

મહેસાણા સબજેલના કેદીએ સંડાસમાં જઈ પોતાનું જ ગુપ્તાંગ કાપી નાંખ્યું !

Breaking News
8 hours ago

પ્રાંતિજમાં પિતાએ જ પુત્રીની હત્યા કરી લાશ ખેતરમાં દાટી

Bollywood
9 hours ago

મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સનુન

Gujarat
9 hours ago

રાજપીપળા હોટલમાં વડોદરા કોંગ્રેસના મંત્રીનો આપઘાત

World
9 hours ago

કતાર સાથે રાજકીય સંબંધો યથાવત કરવા પાડોશી દેશોએ ૧૩ શરતો મૂકી

જિ.પં. પ્રમુખ નહીં બનાવે તો કડીના ડેલિગેટની પાર્ટી છોડવા ચિમકી

કોંગ્રેસે મનામણા શરૃ કર્યા

મહેસાણા-  મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારીના પુર્વ ચેરમેનને પદ પરથી દુર કર્યા બાદ કોંગ્રેસે વાતચીત કરી છે. જ્યારે ભાજપે પણ નારાજ થયેલાઓ સાથે સંપર્ક કરી ગુગલી દાવ ખેલ્યો છે. આ તમામ ગતિવિધિઓ વચ્ચે પ્રહલાદભાઈ પટેલે કડી તાલુકાના ટેલિગેટને જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવાની માગણી કરી ન્યાય નહિ મળે તો પાર્ટી છોડવાની ચિમકી આપી દીધી છે.

મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારીના પુર્વ ચેરમેન પ્રહલાદભાઈ પટેલના રાજીનામા બાદ ૧૮ થી વધુ કોંગ્રેસી હોદ્દેદારોના રાજીનામાની આગ હજુ સુધી શાંત પડી નથી. નારાજ થયેલાઓ સાથે કોંગ્રેસ અગ્રણીઓએ સંપર્ક વધારી રિસામણાને મનામણામાં ફેરવવાની શરૃઆત કરી છે. જ્યારે આ બાજુ યુપી ઉત્તરાખંડની જીત બાદ આવ્યા એટલાને સંભાળી લેવાની રણનીતિ સાથે ભાજપે પણ કોંગ્રેસથી નારાજ થયેલા સાથે સંપર્ક કરી પોતાનામાં ખેંચવા દાવ નાખ્યો છે.

આ અંગે પ્રહલાદભાઈ પટેલે જણાવ્યું હતું કે કડી તાલુકાને જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વ મળે તેવી ન્યાયની માગણી છે અને આગામી ૧૦થી ૧૫ દિવસ સુધી લડત ચાલુ રહેશે.  કડી તાલુકામાંથી જિલ્લા પંચાયત સદસ્ય બનેલા ગૌરાંગ ઠાકોરને જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવાની જીદ પર બેઠેલા પ્રહલાદ પટેલે જો ન્યાય નહિ મળે તો બ્રહ્માસ્ત્ર કાઢી સમર્થકો સાથે પાર્ટી છોડી દઈ અન્ય પાર્ટીમાં જોડાવાની પણ તૈયારી રાખી છે.