Home » Gujarat » Ahmedabad » કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ, દાવેદારો સાથે બેઠક

News timeline

Gujarat
4 hours ago

ફ્રેન્ચ ઓપન : અપસેટ ના થાય તો નડાલ અને યોકોવિચ સેમિફાઈનલમાં ટકરાશે

Entertainment
4 hours ago

ડીકેપ્રીઓના ગર્લફ્રેન્ડ નીના સાથે સંબંધો અંતે તૂટી ગયા

Bhavnagar
6 hours ago

ભાવનગરમાં જાલીનોટ છાપવાની ફેકટરી ઝડપાઈ

Entertainment
6 hours ago

નામકરણમાં રીમાની જગ્યા પર હવે રાગીણી શાહ

Cricket
7 hours ago

ફ્રેન્ચ ઓપન : ફેડરર સહિત ઘણા સ્ટાર ખેલાડી નહીં રમે

Bollywood
8 hours ago

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

Canada
9 hours ago

ઘોડાગાડી પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં ૩૪૦૦૦ સહી સાથે કયુબેકે પીટીશન દાખલ કરી

World
9 hours ago

જર્મનીના પ્રખ્યાત બીયર ફેસ્ટિવલ માટે સાત કિલોમીટર લાંબી પાઈપલાઈન નંખાઈ

India
9 hours ago

સેનાને મળી મોટી સફળતા, બુરહાન બાદ હિજબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળતો સબજાર ઠાર મરાયો

Bangalore
9 hours ago

ઝારખંડમાં ૧૦૦ માઓવાદીઓેનો રેલવે સ્ટેશન પર હુમલો : આગ ચાંપી ભાગી ગયા

Ahmedabad
9 hours ago

હું કોંગ્રેસમાં જ છું ક્યાંય જવાનો નથી- શંકરસિંહ વાઘેલા

Entertainment
10 hours ago

મોની રાય અક્ષય સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર

કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ, દાવેદારો સાથે બેઠક

ટિકીટ માટે હીંસાતૂંસી ટાળવાની મથામણ

અમદાવાદ- કોંગ્રેસે મૂરતિયા શોધવા ધમધમાટ શરૃ કર્યો છે. સોમવારે ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં કોંગ્રેસ વતી વિધાનસભાની ટિકીટ મેળવવા ઇચ્છુક દાવેદારોની એક બેઠક બોલાવાઇ છે. દર વખતની જેમ આ વખતે પણ ટિકિટ મેળવવા અંદરોઅંદરની ખેંચતાણ ન થાય તે માટે કોંગ્રેસે આ દાવેદારોને સારા ઉમેદવારની શોધ માટ એક પ્રયાસ કર્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મેદાને ઉતરવા કોંગ્રેસના ૧૫૪૦ દાવેદારોને બુથયાદી સાથે દાવેદારી નોંધાવી છે. ૧૮૨ બેઠકો માટે કોંગ્રેસે ભાજપ સામે લડી શકે તેવા મજબૂત ઉમેદવારો શોધવાની પ્રક્રિયા શરૃ કરી છે ત્યારે સોમવારે ગુજરાત યુનિવર્સિટી હોલમાં પ્રદેશ પ્રભારી ગુરૃદાસ કામત સહિત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતીમાં દાવેદારો સાથે વાતચીત કરાશે સાથે સાથે અંદરોઅંદરની ખેંચતાણને બદલે એકસંપ થઇને ચૂંટણી જીતવા અપીલ કરાશે. ટિકીટની વહેંચણીના અસંતોષનો ભાજપ રાજકીય લાભ ઉઠાવવા ઉત્સુક છે ત્યારે કોંગ્રેસ પણ અગમચેતીના ભાગરૃપે દાવેદારોને જ સમજાવવા પ્રયાસો કર્યાં છે .

યુપીના પરિણામો બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં હતાશા ન વ્યાપે તે દિશામાં પણ કોંગ્રેસે તૈયારીઓ કરી છે. નવાજોમ-ઉત્સાહ સાથે ભાજપ સરકાર સામે પ્રજાલક્ષી પ્રશ્નો સાથે આંદોલન-વિરોધ પ્રદર્શન કરવા નક્કી કરાયું છે. ચૂંટણીમાં બૂથ મેનેજમેન્ટને વધુ મજબૂત કરવા આયોજન ઘડાયું છે.