Home » Gujarat » Gandhinagar » ભાજપના ૫૦ ટકાથી વધુ વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાશે

News timeline

Breaking News
5 hours ago

વડોદરા મંગળબજારમાં ખંડણીખોરોનો વેપારી પર હુમલો

Ahmedabad
6 hours ago

ઉત્તરાયણ દરમિયાન ઈજાને કારણે ૧૫૦થી વધુ લોકો ઘાયલ: ત્રણનાં મોત

Ahmedabad
7 hours ago

મને માહિતી મળી હતી કે મારુ એન્કાઉન્ટર થશે: પ્રવિણ તોગડિયા

Delhi
8 hours ago

GST કાઉન્સીલની આગામી બેઠકમાં પેટ્રોલ-ડિઝલના ભાવની થશે ચર્ચા

World
8 hours ago

પનામાગેટ કેસ: 13મી વાર કોર્ટમાં હાજર થયા નવાઝ શરીફ

Ahmedabad
8 hours ago

આવતીકાલે PM મોદી અને ઈઝરાયેલ PM નેતન્યાહુ અમદાવાદમાં કરશે રોડ શૉ

Delhi
8 hours ago

રાહુલ ગાંધીના વિરોધમાં ભાજપ અને કોંગ્રેસ સામ-સામે: પોલીસે કર્યો લાઠી ચાર્જ

World
8 hours ago

મિશેલ ઓબામા પહેલી વખત જોવા મળ્યા આકર્ષક ડ્રેસમાં કર્યો બીચ એન્જોય

Ahmedabad
8 hours ago

VHPના નેતાના ગંભીર આક્ષેપોની તપાસ થવી જોઈએ -ભરતસિંહ સોલંકી

India
9 hours ago

રોડ શો દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બોડીગાર્ડને થપ્પડ મારી

Ahmedabad
9 hours ago

પ્રવીણ તોગડિયાએ ધરપકડ ટાળવા માટે તરકટ રચ્યું

India
10 hours ago

નવ વર્ષ બાદ મુંબઇ પાછો ફર્યો આતંકી હુમલાનો સાક્ષી બેબી મોશે

ભાજપના ૫૦ ટકાથી વધુ વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાશે

વર્તમાન ધારાસભ્યોનું મૂલ્યાંકન આધારે ટિકિટ ફાળવાશે

ગાંધીનગર- ગુજરાત ભાજપમાં ય અંદરોઅંદરનો જૂથવાદ હાલમાં ચરમસિમાએ પહોંચ્યો છે. અત્યારથી ટિકિટ મેળવવા લોબિંગ શરૃ થયું છે. જેથી આ વખતે ભાજપના ૫૦ ટકાથી વધુ ધારાસભ્યોના પત્તા કપાઇ જશે. પ્રજા આક્રોશને જોતાં સ્વચ્છ છબી ધરાવતાં યુવાનોને ભાજપ આ વખતે ધારાસભ્ય બનવાની તક આપશે. ગુજરાત ભાજપમાં ય અંદરોઅંદરનો જૂથવાદ હાલમાં ચરમસિમાએ પહોંચ્યો છે.

અત્યારથી ટિકિટ મેળવવા લોબિંગ શરૃ થયું છે. હાલના વર્તમાન ધારાસભ્યોમાંથી મોટાભાગની છબી એવી ઉભરી છેકે, તેઓ પ્રજાપ્રિય બની શક્યાં નથી પરિણામે ભાજપ પ્રત્યેનો પ્રજાઆક્રોશ વધી રહ્યો છે. આ કારણોસર વર્તમાન ધારાસભ્યોની કામગીરીનું મૂલ્યાકંન કરવા ભાજપે નક્કી કર્યું છે તે આધારે ટિકિટ ફાળવણી કરાશે. આજે ઘણાં ધારાસભ્યો સામે સ્થાનિક કાર્યકર્તાઓનો વિરોધ ઉઠયો છે જેમ કે, એલિસબ્રિજમાં રાકેશ શાહનુ પત્તુ કપાવાવની તૈયારીમાં છે તેમના સ્થાને સ્વ.હરેન પંડયાની પત્નિ જાગૃતિ પંડયા અથવા પૂર્વ અમિત શાહને મેદાને ઉતારવા ભાજપની ગણતરી છે. વેજલપુરમાં ધારાસભ્ય કિશોર ચૌહાણ સામે પણ પક્ષની નારાજગી છે જેથી આ મતવિસ્તારમાં અમિત ઠાકર, ભરત પંડયા અથવા હિતેશ બારોટની પસંદગી થવાની વકી છે .

બાપુનગરમાં ધારાસભ્ય જગરૃપસિંહ રાજપૂત સામે પણ કાર્યકર્તાઓની નારાજગી વધી છે જેથી અહીં પણ પ્રકાશ ગુર્જરને ટિકિટ આપવા ભાજપે મન બનાવ્યું છે. વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા, ઉંઝાના ધારાસભ્ય નારણ લલ્લુ, સુરતના નરોત્તમ પટેલ સહિતના ઘણાં વયોવૃધ્ધ ધારાસભ્યોને તો અત્યારથી રાજકારણમાં નિવૃતિ લેવા સૂચના અપાઇ ચૂકી છે. ભાજપે અત્યારથી મજબૂત-સ્વચ્છ છાપ ધરાવતાં મૂરતિયાઓની શોધખોળ આદરી છે.