Home » Gujarat » Gandhinagar » ભાજપના પાંચ મંત્રીઓને હરાવવા ખેડૂત સમાજ સક્રિય !

News timeline

Astrology
33 mins ago

આપનો આજનો દિવસ

Canada
38 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
38 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

ભાજપના પાંચ મંત્રીઓને હરાવવા ખેડૂત સમાજ સક્રિય !

ગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં નારાજ ખેડૂત સમાજે ચાર વર્તમાન પ્રધાન અને એક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને હરાવવાનું આયોજન હાથ ધર્યું છે. ખેડૂત સમાજ સંગઠન સમગ્ર રાજ્યના ૨૦ જીલ્લામાં સક્રિય છે.તેમજ તે ૧ લાખથી વધુ સભ્ય ધરાવે છે.

ખેડૂત સમાજ સંગઠનના જનરલ સેક્રેટરી સાગર રબારીએ કહ્યું હતું કે,’ ખેડૂતોના કામો આ પ્રધાનોએ કર્યા નથી અને ખેડૂતો હેરાન થયા છે એટલે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પાંચ પ્રધાનોને હરાવવાનું પ્લાનિંગ કર્યું છે. આ પાંચ પ્રધાનોમાં હાલની ગુજરાત સરકારમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, હાલમાં પ્રધાનપદે રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઇ બોખીરિયા તેમજ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અથવા તેમના સપોર્ટથી જે પણ ચુંટણી લડશે તેમને હરાવવામાં આવશે. એ ઉપરાંત પાંચમાં પ્રધાનનું નામ પછીથી જાહેર કરવામાં આવશે. આ મંત્રીઓએ એક યા બીજી રીતે ખેડૂતોના હિત વિરૂધ્ધ વર્તન કર્યું છે, કેટલાંક પ્રધાને તો ખેડૂતો જોડે ગેરવર્તાવ પણ કર્યો છે, ખેડૂતોની વાત સાંભળી નથી, ખેડૂતોને ઉડાઉ જવાબ આપ્યા છે,

કેનાલના પાણી પર ધ્યાન નથી આપ્યું અને ખેડૂતોને પાણી નથી આપ્યું. આ બધા કારણોસર અમારા સંગઠને પાંચ પ્રધાનોને હરાવવા માટે નિર્ણય કર્યો છે. ગુજરાતના ૨૦ જિલ્લાઓમાં અમારું સંગઠન સક્રિય છે જેમાં એક લાખથી વધુ સભ્યો છે. જો આ પાંચ સભ્યોને વિધાનસભાના ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવશે તો અમારા તમામ સભ્યોને તેમને હરાવવા પ્રયાસ કરશે. આ પાંચ સભ્ય પૈકી કોઇના સગાને ઉમેદવાર તરીકે ઉભા રખાશે તો તેમને પણ પરાજય આપવાનો અમે પ્રયાસ કરીશું.