Home » Breaking News » ચૂંટણી પહેલા વડાપ્રધાનની દ.ગુ.ની મુલાકાતે

News timeline

Ahmedabad
7 mins ago

નવા સમિકરણોને લીધે કોંગ્રેસમાં ટિકીટ માટે પડાપડી

Delhi
41 mins ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયના રૂમ નંબર 242માં આગ લાગી

Ahmedabad
1 hour ago

ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ, દાવેદારો મૂંઝવણમાં

Gandhinagar
2 hours ago

-વિધાનસભાની ચૂંટણીમાં વંશવાદ હારશે અને વિકાસવાદ જીતશે- મોદી

Gujarat
3 hours ago

કોંગ્રેસે સિધ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

India
7 hours ago

લુધિયાનામાં RSS નેતાની ખુલ્લેઆમ હત્યા

Top News
7 hours ago

સ્પેનના જંગલોમાં આગ ફાટી નીકળતા બેના મોત

Top News
7 hours ago

સોમાલિયા બ્લાસ્ટ : મોતનો આંકડો વધી ૩૦૦ થઇ ગયો

Bollywood
11 hours ago

ઇશા બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકેની છાપથી હેરાન નથી

Bollywood
13 hours ago

રિતિક રોશન વાણી કપુરની સાથે રોમાન્સ કરશે

Bollywood
15 hours ago

રેસ-૩ ફિલ્મમાં બોલ્ડ સીન કરવાનો સલમાનનો ઇન્કાર

Bollywood
17 hours ago

અનિલ કપુર અને સોનમ કપુર એકસાથે નજરે પડશે

ચૂંટણી પહેલા વડાપ્રધાનની દ.ગુ.ની મુલાકાતે

પાટીદાર આંદોલન બાદ કેટલીક જગ્યાએ ભાજપનું જોર ઘટયું

સુરત- પાટીદાર અનામત આંદોલન બાદ કેટલાક વિસ્તારમાં ભાજપની પકડ નબળી અને કોંગ્રેસની પકડ મજબુત બની છે. આગામી સપ્તાહમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ભાજપ માટે અતિમહત્વની બની રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરત, બાજીપુરા અને સેલવાસની મુલાકાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે.

સુરત સહિત સમગ્ર ગુજરાત માટે નરેન્દ્ર મોદીની આ મુલાકાત ઘણી મહત્વનની બની રહે છે. પાટીદાર અનામત આંદોલન બાદ સુરતની ૧૨ વિધાનસભા બેઠકમાંથી પાટીદાર મતદાર પ્રભુત્વ ધરાવતી કેટલીક બેઠકો પર તલવાર લટકી રહી છે. શહેર ભાજપે વરાછા વિસ્તારમાં નાજુક બનેલી સ્થિતિને સારી કરવા માટે પ્રયાસ કર્યા હતા.

પરંતુ ગત વર્ષે પાટીદાર વિસ્તારમાં કરેલી અમિત શાહની સભાના કારણે મોટું નુકસાન વેઠવું પડયું હતું. હવે ઉત્તર પ્રદેશના પરિણામ બાદ વિકાસની રાજનીતિ આગળ કરવામાં આવે તેવી શક્યતા છે.

પાટીદાર ઉપરાંત આદિવાસી વિસ્તારમાં પણ ભાજપને ફાયદો થાય તે માટે હાલ કવાયત થતી હોવાથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ભાજપ નજર દોડાવી રહી છે.પાટીદાર અનામત આંદોલન બાદ કેટલીક જગ્યાએ ભાજપનું જોર ઘટયું જ્યારે કેટલીક જગ્યાએ કોંગ્રેસનું જોર વધ્યું હતંર તેને વડાપ્રધાનની મુલાકાત દરમિયાન બેલેન્સ કરવા પ્રયાસ થઈ રહ્યાં છે.  જેના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વડાપ્રધાનની મુલાકાતને ઘણી મહત્વની ગણવામાં આવી રહી છે.