Home » India » Delhi » કોંગ્રેસ નેતા ડો. અખિલેશ દાસનું હાર્ટએટેકથી નિધન

News timeline

Astrology
19 mins ago

આપનો આજનો દિવસ

Canada
25 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
25 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
6 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
8 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
8 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
10 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
10 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
12 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

કોંગ્રેસ નેતા ડો. અખિલેશ દાસનું હાર્ટએટેકથી નિધન

લખનૌ  : કોંગ્રેસ નેતા ડો. અખિલેશ દાસ ગુપ્તાનું બુધવારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. 56 વર્ષીય દાસ UPA સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હતાં. હાલ તેઓ ભારતીય બેડમિન્ટન સંઘના અધ્યક્ષપદે હતાં.

ડો. દાસ લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી(KGMU)ના કાર્ડિયોલોજી વિભાગમાં એડમિટ હતાં. તેમણે ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં સામેલ થયા હતા. અગાઉ તેઓ બહુજન સમાજ પાર્ટીમાં હતાં. 2014માં રાજ્યસભાની ટિકિટ ન મળતા તેમણે બસપામાંથી રાજીનામુ આપી દીધું હતું. તેમણે માયાવતી પર રાજ્યસભા સાંસદ બનાવવા માટે 100 કરોડ રૂપિયા માંગવાનો આરોપ મૂક્યો હતો. ડો. દાસ લખનૌના મેયર પણ રહી ચૂક્યાં હતાં.

ડો. દાસના પિતા બાબુ બનારસી દાસ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. પિતાના નામે ડો. દાસે ઘણી સંસ્થાઓ પણ સ્થાપી હતી. તેઓ બાબુ બનારસી દાસ યુનિવર્સિટીના ચેરમેન પણ હતાં.