Home » Gujarat » Gandhinagar » ૧૮૨૮ પંચાયતોની ચૂંટણી પરિણામો જાહેર- ભાજપ-કોંગ્રેસના જીતના દાવા

News timeline

Gujarat
1 hour ago

નવસારી અને ગણદેવીમાં ટિકિટ લેવા ભાજપમાં રાફડો

Gujarat
2 hours ago

સુરતની 12 વિધાનસભા બેઠક માટે અધધ 384 દાવેદારો

Ahmedabad
3 hours ago

પાટીદારોને મનાવવા ભાજપના ધમપછાડા, આયોગની જાહેરાત કરાશે

Bollywood
3 hours ago

રણબીર કપુર સાથે નાના વસ્ત્રમાં માહિરા ટ્રોલ થઇ

Gujarat
4 hours ago

ઉત્તર ગુજરાતના ૭૦૦થી વધુ ગામો પર પીવાના પાણીનું તોળાતું સંકટ

Breaking News
5 hours ago

રાજકોટમાં નર્સને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બળાત્કાર

Bollywood
5 hours ago

રેપ કેસમાં કરીમ મોરાનીએ શરણાગતિ સ્વીકારી

Gujarat
5 hours ago

મોદીનું બે કરોડ નોકરીનું વચન હતું, કેટલાંને મળી? રાહુલ ગાંધી

Gujarat
6 hours ago

વડોદરા શહેર જિલ્લાના પાંચ ધારાસભ્ય દ્વારા બળવાના એંધાણ

Breaking News
7 hours ago

નવરાત્રીની રમઝટ બાદ દારૃની મેહફિલ, 11 મહિલા સમેત 28 પકડાયા

World
7 hours ago

હથિયાર ચોરાઇ જવાના ભયથી પાકિસ્તાન હથિયાર ગૃહનું નિર્માણ કરશે

World
7 hours ago

ટ્રમ્પની મુસ્લિમ દેશો પર પ્રવેશબંધીનો 90 દિવસનો સમય પૂર્ણ

૧૮૨૮ પંચાયતોની ચૂંટણી પરિણામો જાહેર- ભાજપ-કોંગ્રેસના જીતના દાવા

-ગામડાઓમાં ઉત્સવ જેવો માહોલ જામ્યો , ગુલાલ છોળો, ઢોલનગારાની ધૂન વચ્ચે વિજય સરઘસ નીકળ્યાં

ગાંધીનગર- ૧૮૨૮ ગ્રામ પચાયતોની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયાં હતાં ત્યારે ગામડાઓમાં કહી ખુશી, કહી ગમના દ્રશ્યો સર્જાયા હતાં . ગામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર વિજય સરઘસો નીકળ્યા હતાં. પક્ષ- પ્રતિક પર ચૂંટણી લડાતી ન હોવા છતાંયે ભાજપ અને કોંગ્રેસે પોતાના તરફી પરિણામો આવ્યાં હોવાનો દાવો કર્યો છે.

૧૮૨૮ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ ૮૦.૫૨ ટકા મતદાન નોંધાયુ હતુ. ૨૪.૩૪ લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો . સુરતમાં સૌથી વધુ અને બોટાદ જિલ્લામાં સૌથી ઓછુ મતદાન નોધાયુ હતું. આજે સવારથી મતદાન કેન્દ્રો પર મતગણતરી થઇ હતી જેમ જેમ પરિણામો જાહેર થતાં ગયાં તેમ તેમ મત ગણતરી કેન્દ્રોની બહાર ઢોલનગારાની ધૂન, ગુલાલની છોળો વચ્ચે વિજય સરઘસ નીકળ્યા હતાં .

રાજ્ય ચૂંટણી પંચના મતે , આજે ૧૮૨૮ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા હતાં જેમાં ૭૩ સરપંચો બિનહરીફ જાહેર થયા હતાં . આ ઉપરાંત ૩૩૭ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ હતી. કુલ ૧૬૦૭૮૯ વોર્ડ પૈકી ૮૩૫૪ વોર્ડ સમરસ જાહેર કરાયા હતાં . આજે ૧૮૨૮ સરપંચો અને ૧૬,૦૮૨ પંચાયતના સભ્યો ચૂંટાઇ આવ્યા હતાં . આ વખતે દાહોદ જિલ્લાના ૮૩ ગ્રામ પંચાયતોને સંવેદનશીલ કેન્દ્ર જાહેર કરાયા હતાં .

ગત ડિસેમ્બરમાં ૧૦.૩૦૦ સરપંચો અને પંચાયતના સભ્યોની પ્રથમ તબક્કાની ચૂંટણીઓ યોજાઇ હતી . વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ભાજપ અને કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ બની રહી હતી. બંન્ને પક્ષોએ પોતાના તરફી સરપંચ-સભ્યો જીતે તે માટે મરણિયા પ્રયાસો કર્યા હતાં .

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એવો દાવો કર્યો કે,૬૮ ટકાથી વધુ પંચાયતો પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ૮૦ ટકાથી વધુ પંચાયતો ભાજપ સમર્પિત છે એવો દાવો કરી જણાવ્યું કે, જનકલ્યાણના કાર્યના સમર્થનમાં પ્રજા હરહંમેશ ભાજપની સાથે રહી છે. ગુજરાતમાં ભાજપનો વિજયરથ આગળ વધી રહ્યો છે.