Home » Gujarat » Ahmedabad » કુલભૂષણ જાધવને બચાવવા મોદી સાચી સર્જીકલ સ્ટ્રાઈક કરે:કોંગ્રેસ

News timeline

Gujarat
6 mins ago

અંબાજીમાં ૩૧મીથી શરૃ થનારા ભાદરવી મહાકુંભની તૈયારી

Canada
9 mins ago

કેનેડિયન ઈન્ડિયન એસોસિયેસન દ્વારા ૭૧માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

Football
9 mins ago

નેમાર બાદ મેસી પણ બાર્સેલોના ક્લબ છોડે તેવી શક્યતા

Bollywood
2 hours ago

બરેલી કી બરફી બોક્સ ઓફિસ પર સફળ

Gandhinagar
4 hours ago

ગુજરાતમાં અડદ, તુવેરનું વાવેતર ઓછું થયું

Headline News
4 hours ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંધુનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Canada
4 hours ago

ગુજરાતી સિનીયર્સ દ્વારા ૧૦ દિવસની ઈસ્ટ કોસ્ટ ટુર યોજાઈ

Gujarat
5 hours ago

રાજકોટ માર્કેટયાર્ડમાં હડતાળ, ૧૦ કરોડનું ટર્નઓવર અટક્યું

India
6 hours ago

ઈન્ડિગોના એરબસ-એ-૩૨૦ નિયો વિમાનોના એન્જીનમાં ગંભીર ક્ષતિ

India
6 hours ago

મોટરમેનની સતર્કતાને લીધે કલ્યાણમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થતાં રહી ગઈ

Delhi
6 hours ago

રેલવે દુર્ઘટનાઓના પગલે રેલમંત્રી સુરેશ પ્રભુનો રાજીનામાનો પ્રસ્તાવ

Gujarat
6 hours ago

ફ્રાન્સ અને જર્મનીના ૯ વિદ્યાર્થીઓ એમએસયુમાં ભણવા આવ્યા

કુલભૂષણ જાધવને બચાવવા મોદી સાચી સર્જીકલ સ્ટ્રાઈક કરે:કોંગ્રેસ

રાષ્ટ્રવાદના નામે મતો મેળવવાનો સમય પૂરો થયો

અમદાવાદ- નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભુષણ જાધવને પાકિસ્તાની સૈન્ય કોર્ટ કે કોર્ટ ફાંસીની સજા સંભળાવી છે. ભૂતકાળમાં પાકિસ્તાનની ધરતી પર જઇને સર્જીકલ સ્ટ્રાઈકનો દાવો કરનારા વડાપ્રધાન મોદી હવે જો તાકાત હોય તો જાધવને બચાવવા માટે સાચી સર્જીકલ સ્ટ્રાઈક કરે. સંસદમાં એવી ગુણબાંગો પોકારવામાં આવે છે કે પાકિસ્તાનને કઇક જવાબ આપીશું.

જલદ પગલા ભરવાને બદલે દેશની ભાજપની સરકાર મગરના આંસુ સારતી હોય તેમ વિદેશમાંથી ગ્રહ મંત્રી કે સંરક્ષણ મંત્રી અને વડાપ્રધાનની બોલતી બંધ થઈ ગઈ છે. વિઘાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યુ હતું કે, સરકાર અને ભાજપ રાષ્ટ્રવાદ કમ હિન્દુવાદની કસોટીમાંથી પસાર થઈ રહ્યો છે. રાષ્ટ્રવાદના નામે ‘ભારત માતાકી જય”વંદે માતરમ્ ‘કયા સમજતા હૈ પાકિસ્તાન ? ‘ચીનને લાલ આંખ બતાવીશું ? એવા નામે મતો મેળવવા માટે કરાયેલા ભષણોનો કાળ પૂરો થઈ ગયો છે.’છેલ્લા ત્રણ વર્ષની નબળી શાસનને પરિણામે ભારત અને બાંગ્લાદેશ, ચીન, નેપાળ, પાકિસ્તાન, બ્રહ્મદેશ કે શ્રીલંકા જેવા પાડોશી દેશ. સાથે મૈત્રીભર્યા સંબંધો રાખી શકાતા નથી. વિદેશ નીતિ ખુબ વડાપ્રધાન ઘડી રહ્યા છે.