Home » Gujarat » Ahmedabad » ચૂંટણીના મુરતિયા પસંદ કરવા રાહુલ ગાંધીએ ટીમને ગુજરાત મોકલી

News timeline

Columns
5 mins ago

અનાથો(યતીમો)પ્રત્યે મનુષ્યોનું કર્તવ્ય

Canada
8 mins ago

કેનેડાના રિઅલ એસ્ટેટ ટાયકુન રોબર્ટ કેમ્પોનું ૯૩ વર્ષે નિધન

Columns
12 mins ago

કોહલી V/s કુંબલે : સ્વમાની કોચની વિદાય

Columns
14 mins ago

ભાજપની ચાણક્યની ચાલ : રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

Astrology
17 mins ago

આપનો આજનો દિવસ

Ahmedabad
26 mins ago

રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ સહિત ૧૯ હજાર પોલીસકર્મીનો બંદોબસ્ત

Delhi
1 hour ago

કેજરીવાલને જબરદસ્ત ઝટકો, ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ મામલે 21 વિધાયકોની અરજી ECએ ફગાવી

Bollywood
1 hour ago

દિયા મિર્જા યુથ પર ડ્રામા ફિલ્મ બનાવવા ઇચ્છુક

World
1 hour ago

પાકિસ્તાનના ક્વેટા અને પારચિનારકમાં ત્રણ બોંબ વિસ્ફોટ ૪૧ના મોત, ૧૨૦ ઘાયલ

World
1 hour ago

લંડનના ટાવરમાં ફ્રિજના કારણે આગ લાગી હોવાનું તારણ

World
1 hour ago

ચીને એનએસજીમાં પ્રવેશની ભારતની દાવેદારીનો ફરીથી વિરોધ કર્યો See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/international-china-again-reiterated-india-s-claim-to-access-to-nsg#sthash.Dzgg3veC.dpuf

Top News
1 hour ago

રશિયાએ યુદ્ધ જહાજ પરથી સીરિયામાં IS ઉપર મિસાઈલ હુમલો કર્યો

ચૂંટણીના મુરતિયા પસંદ કરવા રાહુલ ગાંધીએ ટીમને ગુજરાત મોકલી

– ચાર સભ્યોની આ ટીમના સભ્યો નાના-મોટા નેતાઓ, સંસ્થાઓને મળી પાયાની હકીકતો મેળવી રહ્યા છે

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો નિયત સમય નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૭ છે. પરંતુ UP ઉત્તરાખંડની ચૂંટણીમાં મળેલી પ્રચંડ સફળતાનો લાભ લેવા માટે ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી યોજી દેવામાં આવે એવી શક્યતાઓ હજુ પણ છે. જેને લઇને કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને કેન્દ્રમાંથી જ પોતાના ચાર વિશ્વાસુ માણસોની એક ટીમ બનાવીને ગુજરાતમાં મોકલી આપી છે. આ ટીમ દ્વારા ચૂંટણીના લાયક મૂરતીયાઓને શોધી કાઢવામાં આવશે.

સૂત્રોનાં જણાવ્યા મુજબ, કોંગ્રેસમાં વર્ષોથી અને હંમેશા ટિકિટની વહેંચણી વખતે અસંતોષ અને ડખા થતા હોય છે. કેટલાય આગેવાનો નારાજ થઇ બળવો પણ કરે છે. જ્યારે કેટલાય નેતાઓ નિષ્ક્રિય થઇ જાય છે. ઉપરાંત વર્ષોથી કોંગ્રેસમાં રહેલા અને ધારાસભ્યપદે ચોંટી રહેલા લોકોને પણ પોતાને તો ટિકિટ મળવી જ જોઇએ એવું લાગી રહ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નીતિરીતિને કારણે છેલ્લા ૨૨ વર્ષથી ભાજપ સત્તામાં છે. કોંગ્રેસનો એકપણ નેતા નરેન્દ્ર મોદીનો કે ભાજપનો સામનો કરી શક્તા નથી. આવી સ્થિતિમાં ગમે ત્યારે ચૂંટણી આવી પડે તો કોઈ મુશ્કેલી વગર જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી થઇ શકે તે માટે કોંગ્રેસનાં હાઈકમાન્ડે કાર્યવાહી શરૃ કરી દીધી છે.

જેના ભાગરૃપે રાહુલ ગાંધીએ ચાર સભ્યોની જે ટુકડી મોકલી છે તેને પોતાની કામગીરી શરૃ કરી દીધી છે. આ ટીમે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરી લીધો છે. તેઓ ખાસ કરીને જે તે વિસ્તારમાં કયો ઉમેદવાર જીતી શકે તેમ છે, તેની છાપ કેવી છે તે પોતાના મત વિસ્તારમાં કેવી કામગીરી કરે છે. સ્થાનિક લોકો તેના વિશે શું માની રહ્યા છે વગેરે જેવી અનેક બાબતોની તપાસ અને અભ્યાસ કરી રહ્યા છે.