Home » Gujarat » Ahmedabad » રાહુલ ગાંધી એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં રોડ-શો કરશે

News timeline

Gujarat
6 mins ago

અંબાજીમાં ૩૧મીથી શરૃ થનારા ભાદરવી મહાકુંભની તૈયારી

Canada
8 mins ago

કેનેડિયન ઈન્ડિયન એસોસિયેસન દ્વારા ૭૧માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

Football
9 mins ago

નેમાર બાદ મેસી પણ બાર્સેલોના ક્લબ છોડે તેવી શક્યતા

Bollywood
2 hours ago

બરેલી કી બરફી બોક્સ ઓફિસ પર સફળ

Gandhinagar
4 hours ago

ગુજરાતમાં અડદ, તુવેરનું વાવેતર ઓછું થયું

Headline News
4 hours ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંધુનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Canada
4 hours ago

ગુજરાતી સિનીયર્સ દ્વારા ૧૦ દિવસની ઈસ્ટ કોસ્ટ ટુર યોજાઈ

Gujarat
5 hours ago

રાજકોટ માર્કેટયાર્ડમાં હડતાળ, ૧૦ કરોડનું ટર્નઓવર અટક્યું

India
6 hours ago

ઈન્ડિગોના એરબસ-એ-૩૨૦ નિયો વિમાનોના એન્જીનમાં ગંભીર ક્ષતિ

India
6 hours ago

મોટરમેનની સતર્કતાને લીધે કલ્યાણમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થતાં રહી ગઈ

Delhi
6 hours ago

રેલવે દુર્ઘટનાઓના પગલે રેલમંત્રી સુરેશ પ્રભુનો રાજીનામાનો પ્રસ્તાવ

Gujarat
6 hours ago

ફ્રાન્સ અને જર્મનીના ૯ વિદ્યાર્થીઓ એમએસયુમાં ભણવા આવ્યા

રાહુલ ગાંધી એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં રોડ-શો કરશે

નવસર્જન આદિવાસી અધિકાર યાત્રાના સમાપનમાં હાજરી આપશે

અમદાવાદ- કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં નવસર્જન આદિવાસી અધિકાર યાત્રાના સમાપનમાં તેઓ ઉપસ્થિત રહેશે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધીનો ગ્રાન્ડ રોડ શો કરવા કોંગ્રેસે તડામાર તૈયારીઓ કરી છે. વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે જેના પગલે કોંગ્રેસમાં ચૂંટણી ધમધમાટ જોવા મળી રહ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાહુલ ગાંધીને ગુજરાતની મુલાકાત માટે વિધિવત રીતે આમંત્રણ પાઠવ્યું છે. હાલમાં કોંગ્રેસ દ્વારા આયોજિત નવસર્જન આદિવાસી અધિકાર યાત્રા અંતિમ પડાવમાં છે. વાંસદાથી નિકળનારી આ યાત્રાના સમાપનમાં રાહુલ ગાંધી હાજરી આપશે. એટલું જ નહીં, નર્મદાથી સુરત જિલ્લા વચ્ચે કોઇ એક સ્થળે રાહુલ ગાંધી એક જાહેરસભાને પણ સંબોધશે. ઉલ્લેખનીય છેકે, ભાજપે પણ આ જ વિસ્તારોમાં આદિવાસી વિકાસયાત્રા યોજી હતી. હવે કોંગ્રેસની આદિવાસી અધિકાર યાત્રા અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ૨૨-૨૩ એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.