Home » Gujarat » Ahmedabad » ટિકિટ વહેંચણી અને મુખ્યમંત્રીના મુદ્દે કોંગ્રેસમાં ધમાસાણ મચ્યું

News timeline

Headline News
13 hours ago

ભાજપ સાંસદ સામે દુષ્કર્મની ફરિયાદને પગલે વલસાડમાં ચકચાર

Breaking News
14 hours ago

નારાયણના લાંચકાંડમાં DCBના પોલીસ જવાનની જુબાની લેવાઇ

Breaking News
16 hours ago

કાશ્મીરમાં આતંકીઓનો બેંક લૂંટવાનો પ્રયાસ, જવાન ઘાયલ

Delhi
16 hours ago

સપાના માજી મંત્રી ગાયત્રી પ્રજાપતિને જામીન આપનાર જજ સસ્પેન્ડ

Entertainment
17 hours ago

બાહુબલી 2એ પહેલા દિવસે જ કરી રેકોર્ડ કમાણી

Gujarat
17 hours ago

સુરતમાં 3 માળનું મકાન ધરાશાયી, 4 લોકો દટાયા, એકનું મોત

Gujarat
18 hours ago

દમણ ખાતે મંદિરમાં નૃત્ય કરી રાધે મા ફરી વિવાદમાં,

Gujarat
18 hours ago

વડોદરા જિલ્લા પંચાયતમાં લાંચ કેસ- કોંગી આગેવાનોએ હાથ ખંખેરી લીધા

Delhi
18 hours ago

પથ્થરમારો બંધ કરાવો પછી જ ‘પેલેટગન’ નહીં વાપરવાનો આદેશ આપીશું-સુપ્રીમ

Bollywood
19 hours ago

ટેડ ટોકમાં ભાગ લેનાર પહેલો ભારતીય બન્યો શાહરુખ

Gujarat
19 hours ago

રાજકોટમાં ગુજરાતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે

Bhuj
19 hours ago

પોરબંદરમાં લોકડાયરામાં બંદૂકથી ફાયરિંગનો વીડિયો વાઈરલ

ટિકિટ વહેંચણી અને મુખ્યમંત્રીના મુદ્દે કોંગ્રેસમાં ધમાસાણ મચ્યું

૩૬ ધારાસભ્યોનું પીઠબળ હોવાનું બતાવી શંકરસિંહે ‘ખજૂરાહો કાંડ’નો ભય બતાવ્યો

અમદાવાદ- ટિકિટ વહેંચણી તેમજ મુખ્યમંત્રી પદના મુદ્દે કોંગ્રેસમાં અત્યારે ધમાસાણ થઇ રહ્યું છે. કોંગ્રેસનાં ટોચનાં નેતાઓની જૂથબંધી હવે પરાકાષ્ઠાએ પહોંચી ગઇ છે. શંકરસિંહ વાઘેલાએ પોતાને ૩૬ ધારાસભ્યોનું પીઠબળ હોવાનું બતાવીને હાઇકમાન્ડને પણ આડકતરી રીતે ‘ખજૂરાહો કાંડ’નાં બળવાની યાદ અપાવી છે.

કોંગ્રેસનાં ગુજરાતનાં પ્રભારી ગુરૃદાસ કામત અને કોંગ્રેસનાં લગભગ ૩૬ જેટલાં ધારાસભ્યોની બેઠક ગઇ મોડી રાત્રીએ વાઘેલાનાં નિવાસસ્થાને મળી હતી. જેને લઇને કોંગ્રેસનું દિલ્હીનું હાઇકમાન્ડ પણ ચોંકી ઊઠયું છે. કામતે પણ મીડિયા સમક્ષ સ્વીકાર્યું છે કે ધારાસભ્યોની જે કંઇ લાગણી છે તેને હું કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ તેમજ અહેમદ પટેલ સમક્ષ પહોંચાડીશ.

બીજી બાજુ શંકરસિંહે મીડિયા સમક્ષ અલગ અલગ વાતો કરી હતી. પ્રથમ એવું કહ્યું કે વિરોધ પક્ષનાં નેતા તરીકે કોઇ પાટીદારને બેસાડવો હોય તો પણ હું તૈયાર છું. કામ અંબાજી દર્શને જતાં હોવાથી મારા ઘરે મને મળવા આવ્યા હતા. જેથી મેં તેમને કહ્યું કે ભાજપ તરફથી કોંગ્રેસના ધારાસભ્યોને પ્રેસર કરાઇ રહ્યું છે. ૨૦થી ૨૫ ધારાસભ્યોએ મારી સમક્ષ ફરિયાદ કરી છે, તેમજ મારું માર્ગદર્શન માગ્યું છે. આવું સાંભળી કામતે મને કહ્યું કે જો ધારાસભ્યો નજીકમાં હોય તો બોલાવી લો. જેથી ધારાસભ્યો આવી ગયા હતા. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ટિકિટની લાલચ આપી હોર્સ ટ્રેડિંગ કરી રહ્યું છે. કોંગ્રેસનાં જે ઉમેદવારો ચૂંટણી હારી શકે તેવા નથી તેને ભાજપ લઇ જવા માગે છે.

ગુરૃદાસ કામતે ધારાસભ્યોની વાત સાંભળ્યા બાદ કહ્યું કે, હું તમારી લાગણી મોવડીમંડળને પહોંચાડીશ. પરંતુ કોને ટિકિટ આપવી કે ન આપવી તેનો નિર્ણય માત્ર હાઇકમાન્ડ જ કરે છે.

બીજી બાજુ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ મીડિયા સમક્ષ માર્મિક રીતે કહ્યું કે કોઇ પાટીદારને પક્ષ પ્રમુખ બનાવવો હોય તો પણ હું તૈયાર છું. જ્યારે કોંગ્રેસનાં સીનિયર શક્તિસિંહ ગોહિલ હમણાથી શાંત થઇ ગયા છે. તેઓ પક્ષ માટે પહેલા જેવા એક્ટિવ નથી.