Home » Gujarat » Ahmedabad » પક્ષના વફાદારોની અવગણના ભારે પડશે – ધારાસભ્યો-હોદ્દેદારો

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

પક્ષના વફાદારોની અવગણના ભારે પડશે – ધારાસભ્યો-હોદ્દેદારો

ભાજપની પ્રદેશ કારોબારીમાં વિરોધનો બુંગિયો ફુંકાયો

અમદાવાદ-રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપે લાલજાજમ બિછાવી હતી. નક્કી કરેલી રાજકીય શરતો આધારે પક્ષમાં પ્રવેશ અપાયો હતો. પક્ષપલ્ટુઓને મહત્વ આપવામાં આવતાં ભાજપમાં ઉકળતા ચરૃ જેવી સ્થિતી પરિણમી રહી છે.

કમલમમા યોજાયેલી પ્રદેશ કારોબારીને બેઠકમાં ખુદ ભાજપના હોદ્દોદારોએ એવી રજૂઆત કરી હતી કે, કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ પહેરનારાં ધારાસભ્યો-હોદ્દેદારોને વિધાનસભાની ટિકીટ આપશો નહીં. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવનારાંની સંખ્યા વધી છે. મંત્રીમંડળથી માંડીને બોર્ડ નિગમોમાં ય મૂળ કોંગ્રેસીઓનો જ દબદબો રહ્યો છે. વર્ષોથી પક્ષ માટે મજૂરી કરનારાંની ભારોભાર અવગણના થઇ રહી છે. ભાજપનું કોંગ્રેસીકરણ થતાં હવે પક્ષમાં અસંતોષ ઉભરી રહ્યો છે. કમલમમાં આયોજિત પ્રદેશ કારોબારીમાં એવી રજૂઆત થઇ કે, કોંગ્રેસ છોડીને આવેલાં પક્ષપલ્ટુઓને વિધાનસભાની ચૂંટણીની ટિકીટ આપવામાં આવશે તો, કાર્યકરોમાં અસંતોષ વ્યાપશે. એટલું જ નહીં, કાર્યકરો ચૂંટણીમાં કામ કરશે નહીં. પક્ષના વફાદાર હોય તેને જ ટિકિટ આપવામાં આવે તે જરૃરી છે.

પક્ષપલ્ટુઓને બોર્ડ-નિગમના ચેરમેન બનાવવામાં આવે તો વાંધો નથી. પણ ધારાસભ્ય બનાવશો નહીં. આ ભાજપ માટે જોખમી પુરવાર થશે. બીજી તરફ, પક્ષપલ્ટુઓ તો ધારાસભ્ય બનવા થનગની રહ્યાં છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા ભાજપના કેટલાંય દાવેદારો લાઇન લગાવીને ઉભા છે. મતવિસ્તારોમાં મહેનત મથામણ કરી રહ્યાં છે ત્યારે પક્ષપલ્ટુઓને ટિકિટ આપી દેવા નકકી કરાયુ છે. આ સ્થિતીને લીધે ભાજપમાં ગણગણાટ શરૃ થયો છે.ભાજપની પ્રદેશ નેતાગીરી સામે રોષ ભભૂકવા માંડયો છે જેના લીધે ભાજપના નેતાઓ જ માથુ ખંજવાળતા થયા છે. ભાજપ માટે પણ કોંગ્રેસના બાગીઓને લીધા સિવાય છૂટકો નથી. એન્ટીઇન્કમ્બન્સીને લીધે કોંગ્રેસના બાગીઓના સાથ વિના ભાજપ માટે પણ ચૂંટણી જીતવી અઘરી છે.આમ, ભાજપના નેતાઓ માટે પક્ષનો આંતરિક ઘુઘવાટ ચૂંટણીટાણે જ એક નવી સમસ્યા બની રહ્યો છે.