Home » Gujarat » Gandhinagar » ખેડૂતોનાં દેવાં માફ કરાશે, ૧૬ કલાક સસ્તી વિજળી અપાશે –કોંગ્રેસે વાયદો કર્યો

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

ખેડૂતોનાં દેવાં માફ કરાશે, ૧૬ કલાક સસ્તી વિજળી અપાશે –કોંગ્રેસે વાયદો કર્યો

ખેડૂતો દેવાદાર નથી તો ખેડૂતોએ ૨૪ હજાર કરોડની લોન કેમ લે

વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસે ખેડૂતોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે એવો વાયદો કર્યો છેકે, જો કોંગ્રેસની સરકાર આવશે તો, ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. ખેડૂતોને ૧૬ કલાક સસ્તી વિજળી મળશે. ખેતપેદાનશના પોષણક્ષમ ભાવો મળશે.

સેટેલાઇટ દ્વારા થયેલી જમીનોની ખોટી માપણી રદ કરવામાં આવશે. ખેડૂતોના લાભને બદલે સરકારે કૃષિ મહોત્સવ જેવા તાયફા કરીને કરોડોનો ધુમાડો કર્યો છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે,આર્થિક બેહાલીને લીધે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યાં છે. ૨૦૧૩માં બે દિવસીય એગ્રી સમિટ પાછળ રૃા.૨૦ કરોડનો ધુમાડો કરાયો હતો. છેલ્લાં પાચ વર્ષમાં કૃષિ મહોત્સવ પાછળ રૃા.૧૦૦ કરોડ વાપરી નંખાયા છે. ભાજપ સરકારે કપાસ-રૃમાં વેટ પેટે રૃા.૧૭૦૩૬૬.૪૨ લાખની આવક થઇ છે.

વર્ષ ૨૦૦૦માં અમલી થયેલી કૃષિ ઉદ્યોગ નીતિમાં કોઇ ફેરફાર થયો નથી જયારે ઉદ્યોગપતિઓને લાભ આપવા નીતિઓ રાતોરત બની જાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ખેતરના પાકના રક્ષણ માટે કુલ ૧૮,૦૪૯ અરજીઓ સરકારને મળી હતી જેમાં માત્ર ૨૭૧૭ અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે. ખેતીના વિજળીના કનેક્શન માટે પણ હજુય ૪.૮૨ લાખ અરજીઓ પડતર પડી રહી છે. ડાર્કઝોનમાં વિજ કનેક્શન જ આપવામાં આવતા નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે, વર્ષ ૨૦૧૧થી ૨૦૧૪ સુધીમા સરકારી ગેસ આધારિત વિજમથકો કે તેના યુનિટો વર્ષમાં ૫.૪૯,૭૯૬ કલાક બંધ રહ્યા પરિણામે ૫૪,૨૬૭ મિલીયન યુનિટસ વિજળી ઉત્પન્ન થઇ શકી નહીં. નાયબ મુખ્યમંત્રી કહે છેકે, ગુજરાતના ખેડૂતો દેવાદાર નથી તો, ગુજરાતના જ ખેડૂતોએ ૨૪૦૦૦ કરોડની લોન કેમ લેવી પડી તે સમજાતુ નથી. આ જ સરકારે ખેડૂતોને અપાતી વિજળીમાં ૨૭ ટકાનો ઘટાડો કર્યો છે.આમ, ભાજપ સરકારે ખેડૂતવિરોધી માનસિકતાને છતી કરી છે.