Home » Gujarat » Bhuj » વિધાનસભાની બેઠક ગુમાવવી પડશે તેવા ભયે ધોરાજી પાલિકા સુપરસીડ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

વિધાનસભાની બેઠક ગુમાવવી પડશે તેવા ભયે ધોરાજી પાલિકા સુપરસીડ

ભાજપનાં 23 સહિત 36 સભ્યોને ઘરભેગા કરાયા

ધોરાજી-બિસ્માર રસ્તા, ભૂગર્ભ ગટર, કચરો – ગંદકી, કોન્ટ્રાકટરો દ્વારા થતાં કામો નબળી ગુણવત્તાનાં સહિતનાં પ્રશ્ને સાડા ચાર વર્ષથી ધોરાજીનાં શહેરીજનો યાતના વેઠી રહ્યાં હતાં. વારંવાર રજૂઆતો, આંદોલનો છતાં ભાજપ શાસિત નગરપાલિકાનાં સત્તાધિશો કે, ભાજપ સરકારનાં પેટનું પાણી ન હલતા શહેરીજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. જો આજ  સ્થિતી રહી તો ધોરાજી વિધાનસભાની બેઠક પણ ગુમાવવી પડશે તેવો ભય જણાતા ભાજપ સરકારે ભાજપ શાસિત નગરપાલિકાને જ સુપરસીડ કરી ભાજપનાં ૨૩ સહિત ૩૬ સભ્યોને ઘરભેગા કરી દીધા છે.

ભાજપ સરકારે આ પગલું ત્યારે લીધુ છે, જયારે નગરપાલિકાને મુદ્દત પૂર્ણ થવા આડે હવે માત્ર છ માસ બાકી છે. હાલ તૂર્ત તો વહીવટદાર શાસન આવશે પરંતુ પાંચ મહિના બાદ નગરપાલિકાની વિધિવત ચૂંટણી યોજવી પડશે. ગુજરાતમાં ભાજપ સરકારનાં રાજમાં ભાજપ શાસિત નગરપાલિકા સુપરસીડ થાય અને તે પણ એવા કારણો સાથે કે નગરપાલિકા પ્રજા પ્રત્યેની ફરજો બજાવવામાં નિષ્ફળ ગઈ છે, એ હકીકત સ્વયં ભાજપ સરકાર માટે શર્મનાક છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, સાડા ચાર વર્ષ સુધી બેજવાબદારી, બેદરકારી, નબળી ગુણવત્તાનાં કામો કરી પ્રજાનાં પૈસાનું પાણી કરવા જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ, કોન્ટ્રાકટરો સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી.