Home » Gujarat » Ahmedabad » ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ, દાવેદારો મૂંઝવણમાં

News timeline

Canada
3 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
11 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
13 hours ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
15 hours ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
17 hours ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
19 hours ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
20 hours ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
20 hours ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
22 hours ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
22 hours ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
22 hours ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
23 hours ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ, દાવેદારો મૂંઝવણમાં

-જૂથબંધી ભાજપને નડી શકે છે, નેતાઓની ચિંતા

-વર્તમાન ધારાસભ્યોનો વિરોધ, ૩૫૦૦ બાયોડેટા પહોંચ્યાં, ટિકીટની વહેંચણી બાદ ભડકો થશે

અમદાવાદ- ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ ભભૂક્યો છે. તો બીજી તરફ, ભાજપમાં જૂથબંધી ચરમસિમાએ પહોંચી છે જેથી ભાજપ માટે કફોડી દશા સર્જાઇ છે. આનંદીબેન પટેલ અને અમિત શાહ જૂથ વચ્ચેની આંતરિક લડાઇને પગલે હવે દાવેદારો મૂંઝાયા છે. કોણ કપાશે અને કોણ ફાવશે તે મુદ્દે રાજકીય અનુમાનો થવા માંડયાં છે. આ જૂથબંધી ભાજપના વિજયમાં અવરોધ બની શકે છે તેવા ભયથી ભાજપના નેતાઓ ચિંતિત બન્યાં છે.

ગુજરાતમાં ભાજપમાં જૂથબંધીને પગલે આ વખતે ઉમેદવારોની પસંદગી કરવી ભાજપની નેતાગીરી માટે વધુ કઠિન બની રહેશે. ભાજપે કોંગ્રેસના બાગીઓને પક્ષમાં પ્રવેશ કરાવી કેટલાંય ભાજપીઓના ધારાસભ્ય બનવાના અરમાન પર પાણી ફેરવી દીધુ છે. એટલું જ નહીં, મોટાભાગના વર્તમાન ધારાસભ્યો પ્રત્યે સ્થાનિક નેતાઓએ અત્યારથી મોરચો માંડી દીધો છે. જો ટિકીટ અપાશે તો હરાવવા સુધીની ચિમકી આપી દેવાઇ છે.

એક બેઠક પર ૨૦થી માંડીને ૫૦ ભાજપીઓએ દાવેદારી નોંધાવી દીધી છે. આ કારણોસર ઉમેદવારની પેનલ જ બનાવવી મુશ્કેલ બની રહી છે. અત્યાર સુધીમાં કુલ ૩૫૦૦ બાયોડેટા કમલમમાં પહોંચ્યાં છે. આનંદીબેન-અમિત શાહની જૂથબંધીને લીધે બન્ને જૂથના દાવેદારોએ સામસામે દાવેદારી નોંધાવી દીધી છે.