Home » Breaking News » વિજય રૃપાણીએ ઉમેદવારી વખતે સોગંદનામામાં ૯ કરોડની સંપત્તિ જાહેર કરી

News timeline

Gujarat
1 hour ago

જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

Business
1 hour ago

GSKને 40% ટેક્સનો ભય: મર્જર દ્વારા સોદો કરવા તૈયાર

Headline News
1 hour ago

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

Business
1 hour ago

TCSનું માર્કેટકેપ 7 લાખ કરોડને પાર

Business
1 hour ago

કેન્સલેશન ચાર્જિસ, વળતરના પ્રસ્તાવનો એરલાઇન્સ વિરોધ કરશે

Business
1 hour ago

આરકોમ એરિક્સનની વાટાઘાટ મુશ્કેલીમાં

Gujarat
2 hours ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
3 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
3 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
4 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
4 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
4 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

વિજય રૃપાણીએ ઉમેદવારી વખતે સોગંદનામામાં ૯ કરોડની સંપત્તિ જાહેર કરી

– કોઈ સરકારી લેણુ નથી, ઈ.૨૦૦૬થી ૨૦૧૪ વચ્ચે મિલ્કતોની કરી છે ખરીદી

– રાજકોટમાં પોતાના તેમજ લગ્નસાથીના નામે ૯ સ્થળે જમીનો, ૬ રહેણાંક મકાનો

– રઘુવીરપરામાં બે દુકાનોમાં ભાગીદાર, ૧૮ લાખનું ૬૧૮ ગ્રામ સોનુ, ૭૩ લાખની લોન

રાજકોટ- રાજકોટ-૬૯ (પશ્ચિમ) મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર નોંધાવનાર મુખ્યમંત્રી વિજયભાઈ રમણિકલાલ રૃપાણી (ઉ.વ.૬૧ રહે.’પૂજીત’,પ્રકાશ સોસાયટી શેરી નં.૨-૫, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ)એ રૃ।.૫૦ના સ્ટેમ્પપેપર પર સોગંદ પર રિટર્નીંગ ઓફિસર સમક્ષ પોતાની અને જીવનસાથી (પત્ની અંજલીબેન રૃપાણી)ના નામની સ્થાવર જંગમ મિલ્કતોની વિગતો જાહેર કરી છે જે મૂજબ કૂલ રૃ।.૯ કરોડની મિલ્કતો ધરાવે છે. વિજયભાઈ પાસે હાથ પર રોકડ રૃ।.૧.૨૮ લાખ છે જ્યારે વિવિધ બેન્કોમાં થાપણો, શેર્સ વગેરે રૃ।.૩,૪૫,૨૩,૩૫૫ અને પત્નીના નામે ૧,૯૭,૮૪,૬૯૦ મિલ્કત છે.

પોતાની પાસે રૃ।.૩.૮૩ લાખનું ૧૩૨ ગ્રામ અને પત્નીના નામે રૃ।.૧૪.૧૧ લાખનું ૪૮૬ ગ્રામ સહિત ૬૧૮ ગ્રામ સોનુ છે. સોગંદનામામાં આશ્રિત દર્શાવેલ નથી. મુખ્યમંત્રી પોતે રૃ।.૧૪.૫૯લાખના ખર્ચે ૨૦૧૩ના મોડેલની ખરીદેલી ઈનોવા કાર નં.૧૨૦૬ ધરાવે છે જ્યારે પત્નીના નામે મારુતિવેગનઆર છે જે ૨૦૧૪ની વેગનઆર છે. જ્યારે સ્થાવર મિલ્કતોમાં પોતાના નામે (૧) શીવધારા રેસીડેન્સીમાં બે પ્લોટ (૨) ગ્લોરીયન ન્યારામાં તથા લગ્નસાથીના નામે ઈશ્વરીયા બી પંચવટી પ્લોટ (૪) કુંદન રેસીડેન્સી છાપરા (૫) શીવસાગર પાર્ક, કોઠારીયા (૬) નહેરુનગર કો.ઓ.હા.સોસાયટી (૭) કલ્પતરુ ધ લેક સિટી વિંછીયા (૮) રાજકોટ સર્વે ૩૧૩૧ શિવધારા રેસી.પ્લોટ એમ કૂલ ૯ સ્થળે પ્લોટ આવેલા છે જે ૧૬૧૭થી ૧૯૩૯૦ ચો.ફૂટના છે. આ મિલ્કતો વિજયભાઈએ પોતાના નામે તા.૨૨-૭-૧૪ના અને પત્નીના નામે ૩-૧૦-૦૬થી તા.૨૨-૭-૨૦૧૪ સુધીના સમયમાં ખરીદેલી છે. ઉમેદવારે પોતે ખરીદેલા ૩ પ્લોટની ખરીદીના સમયે કિંમત રૃ।.૪૮,૨૯,૩૪૦ હતી. કોમર્શીયલ મિલ્કત પોતાના નામે નથી.

જ્યારેલગ્નસાથીના નામે કરણસિંહજી રોડ પર ૧૪૦૦૦ ચો.ફૂટ બાંધકામ ધરાવતી મિલ્કતમાં હિસ્સો છે. જ્યારે વિજયભાઈ રૃપાણી રાજકોટના રઘુવીરપરા શેરી નં.૧૦માં આવેલ મે.રમણિકલાલ એન્ડ સન્સ નામની પેઢીમાં ભાગીદાર તરીકે શેર રોકેલ છે અને લગ્નસાથીએ આ જ સ્થળે આવેલ મે.રાજદીપ એક્સપોર્ટ્સ પેઢીમાં રોકાણ કરેલ છે. વિજયભાીના નામે (૧) પ્રકાશ સોસાયટી અને (૨) ગાંધીનગર સેક્ટર ૮, પ્લોટ નં.૧૦૬૮માં બે રહેણાંક મકાનો જે ઈ.૧૯૯૦ અને ૨૦૧૧માં ખરીદેલા છે તથા લગ્નસાથીના નામૉે (૧) પ્રકાશ સોસાયટી મકાનમાં ૫૦ ટકા હિસ્સો ઉપરાંત (૨) મીરામાધવ એપાર્મટેન્ટ, મોટામવા (૩) જીવરાજનગરી મવડી સર્વે (૪) રૈયા સર્વે આફ્રિકા કોલોની એમ અન્ય ત્રણ સ્થળે મકાનો છે.