Home » Gujarat » Bhuj » લેવા પટેલ સમાજ ભાજપ સાથે : માધાપર અને સુખપરમાં દાવેદારોએ ફોર્મ ખેંચી લીધા

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

લેવા પટેલ સમાજ ભાજપ સાથે : માધાપર અને સુખપરમાં દાવેદારોએ ફોર્મ ખેંચી લીધા

ભુજ- મુખ્ય પક્ષો દ્વારા લેવા પટેલ સમાજના વ્યકિતને ટીકિટ નહીં આપવામાં આવે તો ગત ટર્મની જેમ  આ વખતે પણ સમાજ અપક્ષમાંથી દાવેદાર ઉભો રાખશે તેવી ચીમકી લેવા પટેલ સંઘર્ષ સમિતી દ્વારા અપાઈ હતી. જોકે, આ માંગણીને ભાજપ કે કોંગ્રેસ ધ્યાન ન લઈને અન્ય વ્યકિતઓને ટીકિટ ફાળવતા લેવા પટેલ સમાજમાંથી માધાપર તથા સુખપર એમ બંને ગામમાંથી અગ્રણીઓને અપક્ષમાંથી ઉભા રખાયા હતા.

છેલ્લે બંનેમાંથી એક ચુંટણી લડાવવા નક્કી કરાયું હતું જો કે, નવાઈ વચ્ચે બંધબારણે ભાજપ સાથે થયેલી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ જે ખુદ પટેલ છે તેણે કેવા પાઠ ભણાવ્યા કે આજે બંને દાવેદારોએ ફોર્મ પાછા ખેંચી લેતા વિરોધ માત્ર નાટક બનીને રહી ગયો હોય તેવું ચિત્ર ઉભું થયું હતું. ભુજ મત વિસ્તારમાં આવતા લેવા પટેલ સમાજના ૨૪ ગામ ભાજપની પરંપરાગત વોટબેંક છે જેમાં અમુક ગામ અન્ય મતવિસ્તારમાં  ચાલ્યા ગયા છે આમછતાં હજીપણ ૩૨ હજાર પટેલ મતદારો ભાજપની જીતમાં મહત્વની ભુમિકા ભજવે છે આમછતાં કચ્છના ઈતિહાસમાં ભાજપે લેવા પટેલ સમાજના વ્યકિતને ટીકિટ આપી નથી. ૨૦૧૨માં પણ  આ મામલે ભાજપ સામે પડેલા સમાજે અગ્રણી આર.એસ.હિરાણીને ઉભા રાખીને  ભાજપના ૧૬થી વધુ મત તોડયા હતા. જેનાથી ભાજપની લીડની લાઈન સાવ ટુંકી થઈ ગઈ હતી. છેક સુધી કોંગ્રેસના અમીર અલી લોઢીયાથી પાછળ ચાલતા નિમા આચાર્યની જે જીત થઈ તે પણ પટેલ ગામના મતની સરસાઈથી જ થઈ હતી.

આમછતાં  ૨૦૧૭ની ચુંટણીમાં પણ લેવા પટેલને નજરઅંદાજ કરીને આચાર્યને ફરી રીપીટ કરાતા આ વખતે રચના થયેલી લેવા પટેલ સંઘર્ષ સમિતીએ અપક્ષમાંથી ઉમેદવારને લડાવીને સમાજની તાકાતનો પરચો બતાવી દેવાની વાત કરી હતી. ભાજપ – કોંગ્રેસ બંનેમાંથી કોઈએ ટીકિટ ન આપતા  મોટા રાજકીય આકાઓના ઈશારે માધાપર તથા સુખપરમાંથી લેવા પટેલ સમાજના બે વ્યકિતઓએ ઉમેદવારી નોંધાવી હતી.