– અંજાર અને રાપરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સભા સંબોધી
ભુજ- ભાજ૫ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજરોજ ચુંટણી પ્રચારાર્થે રાપર તેમજ અંજાર ખાતે સભા સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસ પર હલ્લાબોલ બોલાવ્યો હતો.
કોંગ્રેસ પર પ્રહારો કરતા રાષ્ટ્રીય અધ્યક્ષએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ અમારી પાસે હિસાબ માંગવા નીકળી છે પરંતુ સૌ પ્રથમ કોંગ્રેસે અંતરીક્ષ, અવકાશ, ભુમિ, જળ અને પાતાળમાં અનુક્રમે ઈશરો, ટુજી સ્પ્રેકટ્રમ, એર ઈન્ડિયા વિમાન સોદો, કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ હાઉસીંગ સોસાયટી, સબ મરીન ખરીદી તેમજ કોલસાની ખાણોની મળતીયાઓને મંજુરી એમ સર્વત્ર અંદાજે ૧૨ લાખ કરોડથી વધુ રકમના ગોટાળાઓ કર્યા છે ત્યારે કોંગ્રેસ કયા મોં એ ભારતીય જનતા પાર્ટી પાસે વિકાસનો હિસાબ માંગી રહી છે તેમ જણાવ્યુ હતુ.
ગુજરાત અને કચ્છની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના વિશે બોલતા તેઓએ જણાવ્યુ હતુ કે દાયકાઓ પહેલા જવાહરલાલ નહેરૃએ માત્ર દંભ અને દેખાડા ખાતર આ ડેમનું ખાતમુહુર્ત હાથ ધર્યુ હતુ. કચ્છના વિનાશન ભુકંપને યાદ કરતા તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીએ કચ્છની આ ગોઝારી આફતને અવસરમાં પલટી નાખીને વિકાસ તરફ ડગ મંડાવ્યા છે.
કચ્છમાં થયેલી વિકાસગાથાને વર્ણવી હતી તેમજ કેન્દ્ર સરકારની સિધ્ધીઓને વર્ણવી હતી. ઉતર પ્રદેશની સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં સંપૂર્ણ ભાજપ તરફી પરિણામો તરફ નિર્દેશ કર્યા હતા. કોંગ્રેસ પર ચાબખા મારતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસની નીતી ગુજરાત પ્રત્યે હંમેશા ભેદભાવભરી રહી છે અને કોંગ્રેસની સરકારો હંમેશા ગુજરાતના વિકાસ માટે દ્યોતક રહી છે. તેરમાં નાણાંપંચમાં કોંગ્રેસે ગુજરાત માટે માત્ર રૃપિયા ૫૮ હજાર કરોડની જાહેરાત કરી હતી. જયારે સામા પક્ષે નરેન્દ્ર મોદીની સરકારે ૧૪માં નાણાંપંચમાં ગુજરાત માટે અધધ કહી શકાય એમ ૧,૬૩,૦૦૦ કરોડ રૃપિયાની ફાળવણી કરીને ગુજરાત પ્રત્યે વિશેષ અનુરાગ દર્શાવ્યો છે. રાપર અને અંજાર સભામાં ઉમેદવારોએ પોતાના કાર્યકાળ દરમિયાનની કામગીરી પ્રજા સમક્ષ વર્ણવી હતી. આ સભાઓમાં ભાજપના આગેવાનો અને સહિત ભાઈ બહેનો હાજર રહ્યા હતા.
We are Social