Home » Gujarat » Ahmedabad » ભાજપના ભુષણ ભટ્ટે ચૂંટણીપંચની ઐસી તૈસી કહેતા આરઓની નોટિસ

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

ભાજપના ભુષણ ભટ્ટે ચૂંટણીપંચની ઐસી તૈસી કહેતા આરઓની નોટિસ

અમદાવાદ- અમદાવાદની ખાડીયા-જમાલપુર બેઠકના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે જાહેરમાં ચૂંટણીપંચની ઐસી તૈસી કહેતા આરઓએ તેઓને નોટિસ આપી છે. ભૂષણ ભટ્ટને આરઓ દ્વારા નોટીસ આપીને રૃબરૃ હાજર થવા અને બે દિવસમાં ખુલાસો આપવા આદેશ કર્યો છે.

ભાજપના ઉમેદવાર ભુષણ ભટ્ટે ગઈકાલે રીવરફ્રન્ટ ખાતેની મોદીની રેલી અને સભામાં ભાજપના કાર્યકરોને આવવા માટે બાઈક-સ્કુટરમાં પેટ્રોલ પુરાવી આપવાનું જાહેરમાં કહ્યુ હતું અને કાર્યકરો સામે ભુષણ ભટ્ટે ખુલ્લેઆમ એવુ નિવેદન આપ્યુ કે ચૂંટણી પંચની ઐસી તૈસી, હું ચૂંટણીપંચને માનતો નથી. ભુષણ ભટ્ટની કાર્યકરો સાથેની આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેને લઈને જમાલપુર બેઠકના રીટર્નિંગ ઓફિસર દ્વારા ભુષણ ભટ્ટને નોટિસ આપવામા આવી છે અને બે દિવસમાં રૃબરૃ હાજર થઈને ખુલાસો આપવા માટે આદેશ કર્યો છે.

ભુષણ ભટ્ટે કાર્યકરોની વાતચીતમાં એવુ કહ્યુ હતુ કે મોદી સાહેબની રેલીમાં જે ચારથીપાંચ કાર્યકરો બાઈક પર આવશે તેઓેને પેટ્રોલની કુપનો આપવામા આવશે, કોઈને મફતમાં પોતાના ખર્ચે આવવાનું નથી. આવતીકાલે બધા મારી પાસેથી ટોકન લઈ લેજો. ચૂંટણીપંચ અને તેના નિયમો તથા જોગવાઈ દરેક ઉમેદવાર માટે બંધનકર્તા હોવા સાથે ચૂંટણીપંચ હાલ સર્વોપરી ગણાય છે ત્યારે જાહેરમાં ચૂંટણીપંચ સામે આવુ નિવેદન ભાજપના ઉમેદવાર ભુષણ ભટ્ટે કરતા વિવાદ ઉભો થયો છે.