Home » Gujarat » Bhuj » છબીલ પટેલે દુશ્મનો કો ઢીંચકિયાંઉ..’ બોલી વિડિયો પોસ્ટ કરતા વિવાદ

News timeline

Delhi
9 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
11 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
20 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
23 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
26 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
27 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
29 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
30 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

છબીલ પટેલે દુશ્મનો કો ઢીંચકિયાંઉ..’ બોલી વિડિયો પોસ્ટ કરતા વિવાદ

ભાજપના ઉમેદવારની હાર પાછળ દબાઈ રહેલો આક્રોશ આખરે બહાર આવ્યો

ભુજ- અબડાસા ભાજપના ઉમેદવાર છબીલ પટેલે તેમના સોશ્યિલ મિડિયાના ફ્રેન્સ ગુ્રપમાં આક્રોશને વાચા આપતા ‘ મિત્રો ચિંતા ના કરતા.. દુશ્મનોં કોં ઢીંચકિયાંઉ ..ઢીંચકિયાંઉ’ તેમ બોલી આંગળીઓ વડે પિસ્તોલ ચલાવતા હોય તેવી વિડીયો પોસ્ટ કર્યો છે.

ગત રોજ પોસ્ટ કરવામાં આવેલી આ પોસ્ટના પગલે ભાજપમાં દબાઈરહેલો જુથવાદ સામે આવી ગયો છે. તેમની હાર માટે પણ આ જુથવાદને મુખ્ય કારણ ગણાવાય છે. છબીલ પટેલની આ વિડિયો  ક્લિપ જોતજોતામાં વાયરલ બની ગઈ છે. તો પટેલે આ  ક્લિપને નિર્દોષ મેસેજ ગણાવ્યો છે. તો બીજીતરફ પટેલની આ પોસ્ટને વિરોધી જુથના બે કાર્યકરોએ પણ હાથમાં પિસ્તોલ લઈ તેનો જવાબ આપતા મામલો ગરમાયો છે. પટેલના જવાબમાં વહેતી થયેલી વિડિયો ક્લિપમાં ભાજપના નરેન્દ્રસિંહ અને અનુપસિંહ નામના બે કાર્યકરો હાથમાં પિસ્તોલ લઈ વારાફરતી જવાબ આપતા નજરે ચઢે છે.

એક જણ એમ કહે છે કે ‘ ઐસે ઢીસુમ ઢીસુમ નહીં હોતા હૈ..જો સાધન મેરે હાથ મેં ઉસી સે ઢીસુમ હોતા હૈ, દુશ્મન ઈસી સે મરતા હૈ..’ તો અન્ય  ક્લિપમાં બીજો કાર્યકર હાથમાં પિસ્તોલ સાથે એમ કહેતો નજરે પડે છે કે ‘ ઢીસુમ ઢીસુમ આંગળીઓથી ના થાય.બે કલેજા જોઈએ.’ આ બંને કાર્યકરો ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની નિકટના હોવાથી અંદાજ લગાવી શકાય છે કે પટેલને હરાવવા માટે કેટલી અને કેવી મહેનત કરવામાં આવી હશે તો બીજી તરફ છબીલ પટેલ સામે ભાજપના વિરોધી જુથમાં કેટલુ ખુન્નસ છે તે પણ બહાર આવ્યુ  છે.