Home » Breaking News » મંત્રીમંડળમાં સ્થાન ન અપાતા નારાજ રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષપદે

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
18 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
18 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
21 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
21 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

મંત્રીમંડળમાં સ્થાન ન અપાતા નારાજ રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષપદે

વડોદરા – ભાજપ હાઈકમાન્ડે વડોદરા રાવપુરામાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ત્રિવેદીની વિધાનસભાનાં અધ્યક્ષ તરીકે જાહેરાત કરી છે. નવા મંત્રીમંડળમાં ગત વખતે મંત્રી રહી ચૂકેલા ત્રિવેદી સહિત વડોદરા જિલ્લામાંથી કોઇને પણ સ્થાન નહી અપાતા ત્યાંના ધારાસભ્યો ખુબ જ નારાજ હતા. તેમને ખુશ કરવા માટે આખરે એડ્વોકેટ એવા રાજેન્દ્ર ત્રિવેદીને અધ્યક્ષપદની જવાબદારી સોંપવાનો સત્તાવાર નિર્ણય લેવાયો હોવાની જાહેરાત પણ થઇ ગઇ છે. અગાઉ આ પદ માટે નીમાબહેન આચાર્ય સહિતનાં ત્રણથી ચાર નામ ચર્ચામાં હતા.

જેમાં ત્રિવેદી બધાને પાછળ રાખીને આગળ નીકળી ગયા છે. ભાજપ દ્વારા તેમને આ અંગેની સત્તાવાર જાણ કર્યા બાદ તેઓએ પોતાની વડોદરા ઓફીસમાં ખાસ પૂજા-અર્ચના કરી હતી. તેમજ શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં મળતા દોડી આવ્યા હતા. હવે આવતીકાલે શનિવારે તેઓ અધ્યક્ષપદ માટેનું ફોર્મ ભરશે જો કે અધ્યક્ષ કોઈપણ પક્ષનો સભ્ય હોતો નથી પરંતુ તટસ્થ હોય છે. આથી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ શુક્રવારે જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.