Home » India » Delhi » ચૂંટણીમાં રાજદનો ઉમેદવાર જીતે તો અરારિયા ISનું સ્વર્ગ બની જશે : નિત્યાનંદ

News timeline

Gujarat
9 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
58 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
6 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

ચૂંટણીમાં રાજદનો ઉમેદવાર જીતે તો અરારિયા ISનું સ્વર્ગ બની જશે : નિત્યાનંદ

અરારિઆ :  બિહારના ભાજપના વડા નિત્યાનંદ રાય સામે ફરિયાદ દાખલ થઇ છે. ઉત્તેજક ભાષણ કરીને ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ તેમની સામે કેસ થયો છે. અરારિઆ લોકસભાની બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં તેમણે આ ભાષણ કર્યું હતું. નરપતગંજ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી તેમજ સર્કલ ઓફિસર નિશાંત કુમારે આ ફરિયાદ નોંધાવી હતી. અરારિઆના જિલ્લા કલેકટર હિમાંશુ શર્માએ પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું હતું કે મેં ગઇકાલે નરપતગંજ વિધાનસભા મતક્ષેત્રના નોડલ કમ સર્કલ ઓફિસરને, બિહાર ભાજપના વડા નિત્યાનંદ રાય સામે ફરિયાદ નોંધવા કહ્યું હતું. પ્રચાર દરમિયાન નિત્યાનંદ રાયે, તેમના ઉમેદવારનો પ્રચાર કરતા, નરપતગંજની એક જાહેર બેઠકમાં કહ્યું હતું કે ‘જો રાજદનો ઉમેદવાર આ ચૂંટણી જીતી જશે તો અરારિઆ આઈ.એસ.આઈ.એસ. માટેનું મોકળું મેદાન બની જશે. રાય ઉજીઆરપુર મતક્ષેત્રના સાંસદ પણ છે. રાજદના નાયબ વડા શિવાનંદ તિવારીએ પણ રાયના આ નિવેદન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, અને તેને અતિશ્યોક્તિપૂર્ણ ગણાવ્યું હતું. નિત્યાનંદ રાયે નરપતગંજમાં ૯મી માર્ચે કરેલા ભાષણમાં આ આક્ષેપ કર્યો હતો.