Home » Gujarat » Ahmedabad » કોંગ્રેસે રાજ્યસભા માટે પૂર્વ રેલમંત્રી નારણ રાઠવા, અમી યાજ્ઞિાકને પસંદ કર્યાં

News timeline

Gujarat
10 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
59 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
6 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

કોંગ્રેસે રાજ્યસભા માટે પૂર્વ રેલમંત્રી નારણ રાઠવા, અમી યાજ્ઞિાકને પસંદ કર્યાં

અમદાવાદ- રવિવારની મોડી રાત્રે કોંગ્રેસે હાઇકમાન્ડે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પૂર્વ રેલ્વે મંત્રી નારણ રાઠવા અને મહિલા ધારાશાસ્ત્રી આગેવાન અમીબેન યાજ્ઞિાકને જાહેર કર્યા હતાં.

રવિવારે દિલ્હીમાં બેઠકનો દોર જામ્યો હતો જેમાં ગુજરાતના કોંગ્રેસના કુલ ૨૨ નામો પૈકી કોના પર પસંદગીનો કળશ ઢોળવો તે મામલે ભારે કશ્મકશ ચાલી હતી. શરૃઆતમાં તો દિપક બાબરિયાના નામ પર ટોપ ચાલી રહ્યુ હતું. પણ તમામ વિચારણાના અંતે ખુદ હાઇકમાન્ડે આ નામને પડતુ મૂકવા નક્કી કર્યુ હતુ કેમ કે,આગામી લોકસભાની ચૂંટણીને પગલે ભાજપે રુપાલા અને માંડવિયાને પુ:ન ટિકિટ આપી છે તે વાતને જોતાં,કોંગ્રેસ હાઇકમાન્ડે પણ પોતાનું મન બદલ્યુ હતું.

એઆઇસીસીમાંથી જનાર્દન દ્વિવેદીને રાજ્યસભામાં મોકલવી વાત પર જ મીડું મૂકી દીધુ હતુ. સૂત્રો કહે છેકે, આ વખતે પણ રાજ્યસભામાં ય પાટીદાર આગેવાનને મોકલવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આગ્રહ રાખ્યો હતો પણ હાઇકમાન્ડે આદિવાસી સહિત અન્ય સમાજને રાજયસભામાં તક આપવા મત વ્યક્ત કર્યો હતો જેના પગલે આદિવાસીઓ પર પ્રભુત્વ ધરાવતાં નેતાઓ પૈકી નારણ રાઠવા,પ્રભા તાવિયાડ અને ઇશ્વર વહિયાના નામ પર ચર્ચા થઇ હતી જેમાં આખરે પૂર્વ રેલમંત્રી નારણ રાઠવાના નામ સહમતિ સાધવામાં આવી હતી.

કોંગ્રેસે પહેલેથી કોઇ એક મહિલાને રાજ્યસભામાં મોકલવા મન બનાવ્યુ હતુ જેના પગલે સૌથી પહેલાં સેવાના આગેવાન ઇલા ભટ્ટનું નામ પણ ચર્ચામાં આવ્યુ હતું. આ પછી હાઇકોર્ટના એડવોકેટ અને મહિલા આગેવાન અમીબેન યાજ્ઞિાકની સર્વાનુમતે પસંદગી કરાઇ હતી.આમ,અનેક રાજકીય અટકળોનો અંત આવ્યો હતો.