– ભષ્ટ્રાચારના મુદ્દે પ્રમુખ-સદસ્યો આમને-સામને
– નગરપાલિકામાં ભ્રષ્ટાચારની મોવડી મંડળને રજૂઆત છતાં ઉકેલ ન આવતા સભ્યોએ પગલું ભર્યું
– પ્રમુખનું રાજીનામુ કે અવિશ્વાસની દરખાસ્ત અંગે રહસ્ય
ભાભર- ભાભર નગર પાલિકામાં ભ્રષ્ટાચારે માઝા મૂકતાં અંતે નગરસેવકોએ કંટાળીને પાર્ટી સમક્ષ રજુઆત કરતાં પાર્ટીએ ધ્યાન ન આપતાં છેવટે સામુહિક રાજીનામા ધરી દેતાં ભાજપમાં સોંપો પડી ગયો છે. બે વર્ષના ભ્રષ્ટાચારી શાસનથી છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રમુખ, ચીફ ઓફીસર, સભ્યો વિરોધ કરતા હતા.
કારોબારી અધ્યક્ષની પણ સહીઓ લેવામાં આવતી ન હતી. વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થાય ત્યારે સભ્યોનો વાંધો હોવા છતાં તેવા બીલો પૈસા લઈને ચુકવાઈ જતા હોવાનો સભ્યોનો આક્ષેપ છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રમુખ સામે ભારે વિરોધ હતો. શુક્રવારના રોજ ભાભર સર્કીટ હાઉસ ખાતે ભાજપના જિલ્લાના અગ્રણીઓએ ભાભર નગરપાલિકાના સદસ્યો સાથે બંધ બારણે એક બેઠક યોજી હતી.
જેમાં કારોબારી અધ્યક્ષ, ઉપપ્રમુખ સહિત ૧૮ સદસ્યોએ પાર્ટીને રાજીનામા ધરી દીધા હતા. પ્રમુખને હટાવો અથવા રાજીનામા મંજુર કરો તેવો ૧૮ સભ્યોએ સુર પુરાવતાં ભાજપ નેતાગીરી પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. જ્યારે ભાજપના મોવડીઓએ પ્રમુખને બોલાવી રાજીનામું આપો તેવું કહેતાં પ્રમુખે મોવડી-મંડળને સુનાવી દીધું હતું કે હું શા માટે રાજીનામું આપું. હું રાજીનામું આપવાનો નથી તેવુ કહેતાં ભાજપ મોવડીઓ પણ સમસમી ગયા હતા. હવે ભાજપ મોવડી મંડળે સભ્યોને સોમવારે ૧૧ઃ૦૦ કલાકે પ્રમુખનું રાજીનામું લઈશું તેવું આશ્વાસન આપ્યું છે.
We are Social