Home » Breaking News » રાજુલામાં શાસક પક્ષ કોંગ્રેસમાં બળવો, ભાજપના ટેકાથી મહિલા પ્રમુખને હટાવાયા

News timeline

Business
8 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
37 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
39 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
2 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
3 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

રાજુલામાં શાસક પક્ષ કોંગ્રેસમાં બળવો, ભાજપના ટેકાથી મહિલા પ્રમુખને હટાવાયા

– ધારાસભ્ય જૂથને પછડાટઃ અવિશ્વાસની દરખાસ્ત પસાર

– કોંગ્રેસ દ્વારા વ્હીપ અપાયેલો હોવા છતાં તેનું ઉલ્લંઘન કરી ૧૮ સદસ્યોએ બદલાવી નાખી સત્તાઃ હવે પક્ષની

અમરેલી- રાજુલા નગરપાલિકામાં બે દાયકા બાદ શહેરની જનતાએ ભાજપને જાકારો આપી કોંગ્રેસને જ્વલંત વિજય સાથે શાસનની ધૂરા સોંપ્યાના ફક્ત એક જ માસમાં કોંગ્રેસના ઘરમાં જ આગ લાગતા વર્તમાન મહિલા પ્રમુખ સામે કોંગ્રેસ પક્ષનાં વ્હીપનાં ઉલાળીયો કરી ૧૮ સદસ્યોએ પ્રમુખ સાથેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરતાં કોંગ્રેસની જુથબંધી બહાર આવી છે. હવે પ્રમુખે ત્રણ દિવસમાં સત્તા છોડવી પડશે. બીજી બાજુ અસંતુષ્ટ કોંગ્રેસના સદસ્યો સામે પાર્ટી શું પગલાં લેશે તેના પર સૌની મીટ મંડાઇ છે. પ્રાપ્ત વિગત મુજબ રાજુલા નગરપાલિકામાં બે દશકાથી ભાજપનું શાસન હતું. જેમાં સાત વોર્ડના ૨૮ સદસ્યોમાંથી ૨૭ કોંગ્રેસ અને એકમાત્ર બેઠક ભાજપને મળી છે. સત્તા સંભાળ્યા બાદ કોંગ્રેસના જ સદસ્યોમાં વરવી જુથબંધી સામે આવતા પાલિકાના મહિલા પ્રમુખ મિનાબેન પ્રવિણભાઈ વાઘેલા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસના જ ૧૮ સદસ્યો દ્વારા ફક્ત એક માસના ટુંકા શાસનગાળામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરી. આ તમામ સદસ્યો ભુગર્ભમાં ઉતરી ગયેલ હતા અને આજે અવિશ્વાસની દરખાસ્ત સમયે રાજુલા પ્રાંત ઓફિસર ડાભી અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અવિશ્વાસ દરખાસ્ત કરનારા પાલિકા ઉપપ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના ૧૮ સદસ્યોને જીલ્લા કોંગ્રેસ પ્રમુખે પાર્ટી લેવલે પ્રમુખ તરફે વ્હીપ આપવા છતાં પણ ભાજપના એક અને કોંગ્રેસના ૧૮ સદસ્યોએ વ્હીપનો અનાદર કરી બળવો પોકારી મહિલા પ્રમુખ સામે ૧૯ મતે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયેલ હતો. ભ્રષ્ટાચાર મુદ્દે થયેલ અવિશ્વાસની દરખાસ્તમાં પાલિકા પ્રમુખ મિનાબેને જણાવેલ હતું કે હજુ અમોએ ૬ઠ્ઠી માર્ચે પ્રમુખપદ સંભાળેલ અને ૨૯મી માર્ચે અવિશ્વાસની દરખાસ્ત સામે આવેલ. ફક્ત ૨૫ દિવસમાં એવો કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર કરેલ નથી. તેમ છતાં અવિશ્વાસની દરખાસ્તના સામનો કરવો પડેલ છે. ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થક મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા ધારાસભ્ય જૂથને પછડાટ મળી છે.અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબારનો સંપર્ક સાધવા પ્રયાસ કરાયો હતો પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નહતો.