Home » Sports » ફીફા કપ : ઇનામનો વરસાદ રહેશે, વિજેતાને ૨૨૫ કરોડ

News timeline

Bollywood
13 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
13 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
16 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
16 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
20 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
20 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
20 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
23 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
1 day ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

ફીફા કપ : ઇનામનો વરસાદ રહેશે, વિજેતાને ૨૨૫ કરોડ

મોસ્કો :  ફીફા વર્લ્ડ કપની આવતીકાલથી શરૃઆત થઇ રહી છે ત્યારે ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ઇનામોનો વરસાદ ખેલાડી અને ટીમ પર થનાર છે. ૧૫મી જુલાઇના દિવસે મોસ્કોના લુજનિકી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ રમાનાર છે. ફીફાના આંકડા દર્શાવે છે કે વિશ્વ કપ ફુટબોલની કુલ ઇનામી રકમ પૈકી ૪૦ કરોડ ડોલરની રકમ ટીમોને તેમના દેખાવના આધાર પર આપવામાં આવનાર છે. જ્યારે ૩૯ કરોડજ ૧૦ લાખ ડોલરની રકમ ખેલાડીઓની ક્લબને જુદી જુદી યોજના હેઠળ આપી દેવામાં આવનાર છે.

ફીફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૃપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૃપિયા આપવામા ંઆવનાર છે. ફીફાના ક્લ લાભાર્થે કાર્યક્રમ હેઠળ ૨૦ કરોડ નવ લાખ ડોલર એવી ક્લબને આપવામાં આવનાર છે જે ક્લબ દ્વારા વિશ્વ કપમાં ભાગ લેવા માટે પોતાના ખેલાડીઓને રજા આપી છે. બીજી ૧૩ કરોડ ૪૦ લાખ ડોલરની રકમ ક્લબ સુરક્ષા કાર્યક્રમ હેઠળ આપવામા ંઆવનાર છે.જેમાં વિશ્વ કપ દરમિયાન ઘાયલ થયેલા ખેલાડીના કારણે થનાર નુકસાનની ભરપાઇ કરવામા ંઆવનાર છે. ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવનાર છે. પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ આપવામા ંઆવનાર છે. ક્વાર્ટર ફાઇનલમાં હારી જનાર ટીમને એક કરોડ ૬૦ લાખ ડોલરની રકમ આપવામાં આવનાર છે. ચોથા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૨૦ લાખ ડોલરની રકમ આપવામા ંઆવનાર છે. ફુટબોલના મહાકુંભ વિશ્વ કપથી આ

ખેલની નિયામક સંસ્થા ફિફાને કુલ ૪.૩૩ અબજ ડોલરની મહાકાય આવક થનાર છે. આ કમાણીનો જંગી હિસ્સો ફિફાને એવોર્ડ અએને પ્રોત્સાહન રકમ તરીકે આપવાની જરૃર રહેશે.  ૧૪મી જુનના દિવસથી ફીફા વર્લ્ડ કપની શરૃઆત થઇ રહી છે. બીજી બાજુ ફોરવર્ડ ખેલાડી મોહમ્મદ સલાહના નેતૃત્વમાં ઇજિપ્તની ટીમ ફીફા વિશ્વ કપમાં ાગ લેવા માટે રવાના થતા પહેલા પ્રમુખ અદેલ ફતહ અલ સીસીને મળવા માટે પહોંચી હતી.

પ્રમુખે ૨૬મી મેના દિવસે યુરોપિયન ચેમ્પિયન લીગની ફાઇનલ મેચમાં ઘાયલ થયેલા સ્ટાર ખેલાડી મોહમ્મદ સલાહની ઇજાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. પ્રમુખે મુલાકાત દરમિયાન કહ્યુ હતુ કે વર્લ્ડ કપમાં શિસ્ત અને સારુ વર્તન સૌથી મહત્વપૂર્ણ છે. સીસીએ ફેસુક પર પોતાના સત્તાવાર પેજ પર લખ્યુ છે કે આ ટીમ દેશનુ નામ રોશન કરશે. ૧૪મી જુનથી તેની શરૃઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે. વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. ફિફા વિશ્વકપ ૨૦૧૮માં કુલ ઇનામી રકમ ૭૯ કરોડ ૧૦ લાખ ડોલર છે. એટલે કે આશરે ૫૩ અબજ રૃપિયા છે જે છેલ્લા વર્લ્ડ કપ ૨૦૧૪ની સરખામણીમાં ૪૦ ટકા વધારે છે.