Home » Sports » Cricket » રન આઉટ માટે પુજારા જ જવાબદાર – રહાણે

News timeline

Ahmedabad
9 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
59 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

રન આઉટ માટે પુજારા જ જવાબદાર – રહાણે

લંડનઃ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં વરસાદી માહૌલમાં ટીમ ઈન્ડિયા ઓપનરોની વિકેટ ગુમાવી ચૂકી હતી, તે પછી ભારતીય કેપ્ટન કોહલીની ભૂલને કારણે ૨૫ બોલ રમી ચુકેલા ચેતેશ્વર પુજારાને રનઆઉટ થવું પડયું હતુ. ક્રિકેટ વિવેચકોએ અને લાઈવ રિપોર્ટિંગ કરી રહેલા કોમેન્ટેટરો તેમજ મીડિયાએ આ રનઆઉટમાં પુજારાને આઉટ કરાવવા માટે કેપ્ટન કોહલી જ જવાબદાર હોવાનું સ્પષ્ટ રીતે જણાવ્યું હતુ. જોકે બીજા દિવસની રમતના અંતે મીડિયા સામે આવેલા રહાણેએ કેપ્ટન કોહલીની ખુશામત કરતો હોય તેવી રીતે કહ્યું હતુ કે, એ રન આઉટ માટે તો પુજારા ખુદ જવાબદાર હતો. પોતાના સાથી બેટ્સમેનના આત્મવિશ્વાસને તોડી પાડવાના પ્રયાસરૃપ કોમેન્ટ જાહેરમાં કરવા બદલ ટીમ ઈન્ડિયાએ રહાણેને દંડ ફટકારવો જોઈએ તેવી લાગણી ક્રિકેટ ચાહકોમાં ફેલાવા પામી છે. રહાણેએ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા અને કોહલીની લોબીને સારૃ લગાડવા માટે એવી કોમેન્ટ કરી હતી કે, મને લાગે છે કે, આ રનઆઉટમાં પુજારાની ભૂલ હતી. બધી બાબતોમાં સ્વીકાર કરવો એ પાયાની બાબત છે. ઈંગ્લેન્ડમાં રમતાં કોટ બિહાઈન્ડ થાવ કે રનઆઉટ, ભૂલ સ્વીકારીને આગળ વધવું પડે છે. આમ કરતાં રહાણેએ ઈશારો કર્યો કે, પુજારાને જો આગળ વધવુ હોય તો તેણે પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈએ અને પછી જ તેને આગળ વધવાની તક મળી શકે છે. રહાણેએ એમ પણ ઊમેર્યું કે, પ્રથમ ઈનિંગથી અમારામાંના ઘણાને શીખવા મળ્યું. અમે જેટલી ઝડપથી શીખીશું તેટલું અમારા માટે સારુ છે. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં વરસાદના વિધ્ન વચ્ચે બીજા દિવસે શરૃ થયેલી મેચમાં ભારત માત્ર ૧૦૭ રનમાં ખખડી ગયું હતુ.