કોલંબો : સનદાકનની ૧૯ રનમાં ત્રણ વિકેટ બાદ ચાંદીમલની કમબેક મેચમાં અણનમ ૩૬ રનની મેચ વિનિંગ ઈનિંગને સહારે એકમાત્ર ટી-૨૦માં શ્રીલંકાએ સાઉથ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવ્યું હતુ. સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન ડી કોકે ૨૦ રન કર્યા હતા પણ બાકીના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ ૮૪/૪ના સ્કોર બાદ સસ્તામાં ત્રણ વિકેટ ગુમાવતા સ્કોર ૮૮/૭ થી ગયો હતો. જોકે ચાંદીમલ અને ઉદાનાએ ટીમને જીત સુધી પહોંચાડયા હતા.સાઉથ આફ્રકા તરપથી રબાડા, શમ્સી અને ડાલાએ ૨-૨ વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકા તરફથી ડીકોક ૨૦, અમલા ૦, હેન્ડરિક્સ ૧૯, ડુમિનિ ૩, ક્લાસન ૧૮, મીલર ૧૪, ફેલુકવાયો ૦, રબાડા ૦, ડાલા ૧૨, એનગિડી ૪, અને શમ્સી ૦ રન બનાવ્યા હતા. જ્યારે શ્રીલંકા તરફથી રંજીતાને ૧, ડી સિલ્વા ૨, દનંજયા ૨, સનદાકન ૩ અને ઉદાનાને ૧ વિકેટ મળી હતી. શ્રીલંકાના બેટ્સમેન કે પરેરા ૩, કે મેન્ડિસ ૧, ચાંદીમલ ૩૬, ધનંજયા ૩૧, મેથ્યૂસ ૦, શનાકા ૧૬, ટી. પરેરા ૦, દનંજયા ૨, ઉદાનાએ ૫ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના બોલરો રબાડા ૨, શમ્સી ૨, ડાલા ૨ અને ડુમિનિને ૧ વિકેટ મળી હતી.
We are Social