Home » Sports » Cricket » ઇંગ્લેન્ડમાં કંગાળ દેખાવ પર ૧૧મીએ વિશેષ ચર્ચા

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ઇંગ્લેન્ડમાં કંગાળ દેખાવ પર ૧૧મીએ વિશેષ ચર્ચા

નવીદિલ્હી : ઇંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમનો દેખાવ ખુબ નબળો દેખાઈ રહ્યો છે. ટેસ્ટ શ્રેણીમાં હાલત ખુબ જ કફોડી બનેલી છે. ભારતના કંગાળ દેખાવના સંદર્ભમાં રવિ શાસ્ત્રીને હવે જવાબ આપવો પડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આજે કહ્યું હતું કે, સીઓએની બેઠક ૧૧મી સપ્ટેમ્બરના દિવસે મુંબઈમાં મળનાર છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમના દેખાવ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. ઇંગ્લેન્ડ સામે શ્રેણીમાં ખુબ જ કંગાળ દેખાવ જોવા મળી રહ્યો છે. ટેસ્ટ શ્રેણી પહેલાથી જ ગુમાવી દીધી છે. વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતીય ટીમ હારી ચુકી છે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં પણ તેના ઉપર હારનું સંકટ તોળાઈ રહ્યું છે. મુખ્ય ચર્ચા નવા બંધારણને લઇને અમલી કરવાના મુદ્દા ઉપર થઇ શકે છે. અધિકારીઓએ કહ્યું છે કે, રવિ શાસ્ત્રી પાસેથી અંગતરીતે માહિતી મેળવવામાં આવશે. રવિ શાસ્ત્રીની લેખિતમાં પ્રતિક્રિયા પણ માંગવામાં આવનાર છે. હાલમાં ક્રિકેટ સલાહકાર સમિતિ કામ કરી રહી નથી. ચૂંટણી યોજાય ત્યાં સુધીની જવાબદારી સીઓએની પાસે છે. આ પ્રદર્શનના આધાર પર મુલ્યાંકન કરવામાં આવનાર છે. ત્રણ દશકથી પણ વધુ સમય બાદ ફરી એકવાર કંગાળ દેખાવ થઇ રહ્યો છે. ત્રણ દશકથી એવી પરંપરા છે કે, દરેક શ્રેણી બાદ રિપોર્ટ માંગવામાં આવે છે પરંતુ કોચ દ્વારા કોઇ રિપોર્ટ આપવામાં આવી રહ્યા નથી. મેનેજરના રિપોર્ટ સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. વહીવટી અધિકારીઓ ૧૧મીના દિવસે પરિસ્થિતિ પર સમીક્ષા કરશે અને જરૃરી ફેરફારના સંદર્ભમાં પણ વાતચીત કરનાર છે. વહીવટીકારોની સમિતિ ઇંગ્લેન્ડ પ્રવાસ ઉપર ચર્ચા કરશે. રવિ શાસ્ત્રીને ઠપકો આપવામાં આવે તેમ પણ માનવામાં આવી રહ્યું છે.