Home » Sports » Cricket » કૂક-રૂટની સદી, ભારતને અંતિમ ટેસ્ટ જીતવા માટે ૪૬૪ રનનો જંગી લક્ષ્યાંક

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
18 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
18 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
21 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
21 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

કૂક-રૂટની સદી, ભારતને અંતિમ ટેસ્ટ જીતવા માટે ૪૬૪ રનનો જંગી લક્ષ્યાંક

લંડનઃ ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ૩-૧ની અજેય સરસાઈ મેળવનાર ઇંગ્લેન્ડની ટીમે એલેસ્ટર કૂક અને કેપ્ટન જો રૂટ વચ્ચે ત્રીજી વિકેટ માટે નોંધાયેલી ૨૫૯ રનની ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ આઠ વિકેટે ૪૨૩ રને દાવ ડિક્લેર કરી ભારતને જીત માટે અશક્ય ગણાતા ૪૬૪ રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેના જવાબમાં ભારતીય ટીમે ૩૬ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ધવન એક રને જ્યારે પૂજારા અને વિરાટ કોહલી ખાતું ખોલાવી શક્યા નહોતા. વિરાટ કોહલી ગત વર્ષે શ્રીલંકા સામેની ટેસ્ટ બાદ પ્રથમ વખત શૂન્યમાં આઉટ થયો હતો.
કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટર કૂક અને સુકાની જો રૂટની શાદનાર સદીની મદદથી ઈંગ્લેન્ડે બીજા દાવમાં વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. ઈંગ્લેન્ડે આઠ વિકેટે 423 રન નોંધાવીને દાવ ડિકલેર કર્યો હતો. કૂકે 147 રનની ઈનિંગ્સ રમવાની સાથે 33મી ટેસ્ટ સદી ફટકારી હતી અને પદાર્પણ તથા અંતિમ ટેસ્ટમાં સદી ફટકારવાની સિદ્ધિ નોંધાવી હતી. જ્યારે રૂટે 125 રનની ઈનિંગ્સ રમી હતી. લંચ બ્રેક બાદ ઇંગ્લેન્ડનો સ્કોર ૩૦૦ રનની પાર થઈ ગયો હતો. ભારતના મુખ્ય બોલરો વિકેટ માટે તરસી રહ્યા હતા ત્યારે પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા હનુમા વિહારીએ ભારતને બેવડી સફળતા અપવાતાં જો રૂટને ૧૨૫ રને અને તેના બીજા બોલે કૂકને અંગત ૧૪૭ રને આઉટ કર્યો હતો. કૂક અને રૂટ આઉટ થયા બાદ બેરસ્ટો ૧૮ રન અને બટલર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ટી બ્રેક બાદ સ્ટોક્સના ૩૭ રનઅને સેમ કુરેનના ૨૧ રન તેમજ આદિલ રશીદના ૨૦* રનની મદદથી આઠ વિકેટે ૩૨૩ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. ઇંગ્લેન્ડને પ્રથમ દાવના આધારે ૪૦ રનની લીડ મળી હતી જે ઉમેરાતાં જીત માટે ૪૬૪ રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
પોતાની અંતિમ ટેસ્ટમેચની અંતિમ ઇનિંગમાં ૧૪૭ રન બનાવનાર એલેસ્ટર કૂકે પોતાની પદાર્પણ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારી હતી અને તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પાંચમો અને ઇંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર ખેલાડીઓમાં ભારતના મોહંમદ અઝહરુદ્દીનની સાથે ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ, રેઝિનાલ્ડ ડફ અને વિલિયમ પોન્સફોર્ડ સામેલ છે.